પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની ઉજવણી ૦૨-૦૮-૨૦૧૯થી શરૂ થઈ ૩૦-૦૮-૨૦૧૯ શ્રાવણ વદ અમાસ ને શુક્રવારે પૂરી થશે. દર્શનના સમયમાં ફેરફાર કરી વધારો કરવામાં આવ્યો છે.
મહામૃત્યુંજય મંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, વિશેષ પૂજા, યોગ, મહાપૂજન, સુરઆરાધના, ૨૯ શૃંગાર, કળશને સુવર્ણ સંકલ્પ, મફત ભોજન, શિવમહાપુરાણ કથા થશે.
પ્રથમ દિને પ્રાતઃ પૂજા આરતી બાદ નુતન ધ્વજારોહણ, સવાલક્ષ બિલ્વપૂજાના યજમાનોને પૂજાનો સંકલ્પ કરાવવામાં આવશે.
શ્રાવણના ૭-દિવસ જેમાં ચાર સોમવારો, રક્ષાબંધન, જન્માષ્ટમી, અમાસ આ દિવસો દરમ્યાન મંદિર સવારે ૪ વાગ્યે ખૂલશે અને રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ સીવાયના શ્રાવણના દિવસોમાં મંદિર સવારે ૫-૩૦ થી રાત્રે ૧૦ સુધી ખુલ્લું રહેશે. ૨૮.૦૮.૨૦૧૯ શ્રાવણ વદ તેરશ ને બુધવારે માસિક શિવરાત્રિ નિમિત્તે રાત્રે ૧૦ કલાકે દિપપૂજન, ૧૧ વાગ્યે મહાપૂજન, ૧૨ વાગ્યે મહાઆરતી થશે તેમજ મંદિર દર્શનાર્થીઓ માટે રાત્રે ૧ સુધી ખુલ્લું રહેશે.
શ્રાવણી રવિવાર-સોમવાર, સાતમ-આઠમ સહિત તહેવારોમાં સુપ્રસિધ્ધ કલાકારો ભગવાન નટરાજ સમક્ષ પોતાની સુરઆરાધના પ્રસ્તુત કરશે.
શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને ૨૯ શૃંગારોથી શણગાર કરવામાં આવશે,
શ્રાવણમાં સુવર્ણનો અભિષેક કરી ૧૪૫૭ કળશને સુવર્ણ દ્વારા જડવાંમાં આવી રહ્યાં છે.
વૃદ્ધો અશક્ત યાત્રીકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી સોમનાથ મંદિર સુધી પહોચવા વાહન વ્યવસ્થા, વ્હીલચેર-ઇરીક્ષા-હેલ્પડેસ્ક છે.
શ્રાવણમાસ દરમ્યાન સ્વાગત કક્ષ શરૂ રહેશે જ્યાં યાત્રીઓને સતત મદદ-માર્ગદર્શન મળી રહેશે.
યાત્રીઓ માટે સોમનાથ હરિહર પ્રસાદ સેવા કેન્દ્ર ખાતેથી ભક્તોને નિઃ શુલ્ક બુંદી તથા ગાઠીયાનું વિતરણ કરવામાં આવશે. યાત્રીસંઘો તરફથી પ્રસાદ ફરાળ નિઃશુલ્ક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે. ડોમમાં રહી શકશે.
સોમનાથ મંદિર પરિસર ચોપાટી ખાતે નિર્માણ પામેલા સાર્વજનિક શૌચાલય સંકુલનું લોકાર્પણ ૦૧/૦૮/૨૦૧૯ના દિવસે કેશુભાઇ પટેલ કરશે.
યોગાચાર્ય સ્વામી અધ્યાત્માનંદજીના વ્યાસાસને શિવમહાપુરાણ કથા ૩૧-૦૮-૨૦૧૯ ના થશે અને પૂર્ણાહુતિ તા.૦૮-૦૯-૨૦૧૯ ના રોજ થશે.
યોગગુરૂ સ્વામી અધ્યાત્માનંદની ૮૦૬ મી યોગશીબીર ૩૧ ઓગસ્ટ થી ૦૮ સપ્ટેમ્બર દરમ્યાન સવારે ૫-૩૦ થી ૭ સુધી સોમનાથ મંદિર ચોપાટી ગ્રાઉન્ડ ડોમ ખાતે યોજાશે. જેમાં ધ્યાન, પ્રાણાયામ, સૂક્ષ્મ વ્યાયામ, યોગાસન શિખવવામાં આવશે. યોગથી અસ્થમા, થાઇરોડ, પ્રજોત્પત્તિ સમસ્યા, ડાયાબીટીસ, માનસિક તણાવ, યાદશક્તિ, ભય સહિત માનસિક રોગોથી મુક્ત થવાય છે.