ટ્વીન સિટી વેરાવળ-સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ 11 વોર્ડમાં ફરી લોકોને પડી રહેલા પીવાના પાણીની, ગટર-સફાઇ, સ્ટ્રીટ લાઇટ, રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધા બાબતની સમસ્યાઓ જાણવા પંદર દિવસ સુધી જુદા-જુદા સ્થળોએ કેમ્પ કર્યા હતા. જેમાં લોકોએ 1,897 જેટલી ફરિયાદો આપી હતી. તે માટે એક ફોર્મ ભરવાનું હતું. જેને લઈને ધારાસભ્ય ચુડાસમાની આગેવાનીમાં વેરાવળ નગરપાલિકા સુધી કોંગ્રેસે રેલી કાઢી હતી. ચીફ અઓફીસરને લેખિત ફરિયાદો આપી હતી. આટલી મોટી ફરિયાદો જોઈને મુખ્ય અધિકારી પણ અવાચક થઈ ગયા હતા.
અડધા શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળયો હતો. ખાસ કરીને સોમનાથ ટોકીઝ વિસ્તારની સોસાયટી, ભીડીયા, પ્રભાસપાટણના અમુક વિસ્તારોમાં સફાઇ, રસ્તા અને પીવાના પાણીની સમસ્યા મોટા પ્રમાણમાં જાણવા મળી હતી. અમુક વિસ્તારોમાં તો પીવાના પાણીની સાથે ગટરનું ગંદુ પાણી ભળીને આવતું હતું.
શું ફરિયાદ
શહેરના 11 વોર્ડોમાંથી ગટર-સફાઇની – 583, સ્ટ્રીટલાઇટની – 170, પીવાના પાણીની – 388, રોડ-રસ્તાની- 572 અને અન્ય નાની-મોટી – 184 મળી કુલ 1,897 જેટલી ફરીયાદો શહેરીજનોએ લેખીત સ્વરૂપે સોપી છે. જે તમામ ફરીયાદો પાલીકા તંત્રને સુપ્રત કરાઇ છે. જો પાલીકા તંત્ર નિયત સમયમાં શહેરીજનોની ફરીયાદોનો નિકાલ નહીં લાવે તો આગામી વિધાનસભાના સત્ર ગજાવવામાં આવશે સાથે પાલીકા તંત્ર સામે જનઆંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી અંતમાં ઉચ્ચારી છે.