સોમવારથી ફાસ્ટટેગ ફરજીયાત, પણ સ્ટીકર ન હોવાથી નાકા પર લાંબી લાઈનો થશે

ફોર્મ ભરી લેવાય છે સ્ટિકર અપાતા નથી; બેંકોનો FASTAG માટે ગ્રાહકોને ફોન, મેસેજ અને ઇ – મેઇલનો મારો
રાજકોટ : ગુજરાતના લોકોને કતારમાં ઉભી રાખવા માટે જાણીતી મોદી અને રૂપાણીની સરકારમાં હવે વાહનચાલકોને લાઇનમાં રાખવાનો નિર્ણય લીધો છે.

નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા તમામ ટોલ નાકા પર આગામી 15મી ડિસેમ્બરથી ‘ફાસ્ટટેગ’ ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો છે. સોમવારથી ટોલનાકે ફાસ્ટટેગ લગાવનારી કારને જ પસાર થવા દેવાશે. કારચાલકોને હજુ સુધી ફાસ્ટટેગના સ્ટીકર નહી મળતા તેઓએ ફરી એક વખત લાઈનમાં ઊભું રહેવું પડશે.

વાહન લઇ નિકળેલ ચાલકો પાસેથી ટોલનાકે ફોર્મ અને આધાર પુરાવા લઇ લેવામાં આવે છે પરંતુ સ્ટીકર માટે 15 દિવસ જણાવવામાં આવે છે.

બેંકો દ્વારા ફાસ્ટેગ માટે ફોન કોલ, મેસેજીસ અને ઇ -મેઇલ આપવામાં આવી રહ્યા છે. બેંકો દ્વારા ફાસ્ટેગ માટે 2.5 ટકા કેસ બેકની ઓફરો પણ કરવામાં આવી રહી છે.

ટોલ પોઇન્ટ પર પિક અવર્સ અને વીકએન્ડમાં વાહનોની લાંબી કતારો લાગી જતી હોય છે. જેમાં વાહનચાલકોનો સમય અને ફયુઅલ બરબાદ થતા હોય છે. વાહન ટોલ પોઇન્ટ પાસેથી પસાર થાય કે તરત જ સિસ્ટમ ફાસ્ટેગને રીડ કરી તેમાંથી ચાર્જ કાપી લેશે.