છેલ્લા 13 વર્ષ થી સમગ્ર દેશ અને ગુજરાતનાચર્ચાસ્પદ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં cbi કોર્ટના આવેલા ચુકાદામાં 22 જેટલા વ્યક્તિઓનો સીબીઆઇ કોર્ટે નિર્દોષ છુટકારો કર્યો છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં દેશવિરોધી તત્વો દ્વારા રાજકીય વલણ અપનાવવામાં આવ્યું હતું જેના કારણે દેશ અને ગુજરાતને નુકસાન પહોંચી હોવાનો આક્ષેપ કર્યો હતો આ તબક્કે કોંગ્રેસને આડે હાથ લેતા નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે જે તે સમયે કેન્દ્રમાં રહેલી સરકાર આ કેસમાં સહભાગી બની હતી પરંતુ સી બી આઈ કોર્ટમાં ચાલતા આ કેસ ની અંદર ન્યાયમૂર્તિએ ચુકાદામાં તમામ આક્ષેપો રદ કર્યા છે અને સંડોવાયેલા 22 જેટલા વ્યક્તિઓનો નિર્દોષ જાહેર કર્યા છે જેનો આનંદ અમને પણ છે એટલું જ નહીં આ કેસ દરમિયાન ગુજરાતના જે પોલીસ અધિકારીઓએ માનસિક યાતનાઓ ભોગવી હતી તેનો આજે અંત આવ્યો હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે વિરોધી તત્વો દ્વારા ભાજપને બદનામ કરવાનું રચાયેલું ષડયંત્ર આજે ખુલ્લું પડી ગયું છે અને સત્યનો વિજય થયો છે જોકે ગુજરાત પોલીસ હંમેશા જાગૃત જ રહી છે અને જરૂર જણાય દેશ વિરોધી તત્ત્વો સામે કડક પગલા પણ લીધા છે આ તબક્કે તેમણે અક્ષરધામ પર થયેલો હુમલો અને અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓનું વર્ણન કર્યું હતું અને જણાવ્યું હતું કે આતંકવાદી પ્રવૃત્તિઓ કરનારા તત્વો નો પક્ષ લઈ જે ષડ્યંત્ર ગુજરાત માટે રચવામાં આવ્યા હતા તેનો તબક્કાવાર પર્દાફાશ થયો છે અને નિષ્ફળ નીવડયા છે પરિણામે ભાજપ સરકાર અને પોલીસ અધિકારીઓ પર લગાવેલા આરોપો આજે ખોટા સાબિત થઈ ચૂક્યા છે તેમ જણાવ્યું હતું સોહરાબુદ્દીન કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓને રાજ્ય સરકાર કોઈ વળતર આપશે કે કેમ તેવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં નીતિનભાઈ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે પોલીસ મેન્યુઅલ અને તેના નિયમો મુજબ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના અધિકારો મુજબ મળવાપાત્ર સહાય ચોક્કસ મેળવી શકે છે તેમ જણાવ્યું હતું લોકસભા ચૂંટણીઓ પહેલા આવેલા ચુકાદા અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન દેશવિરોધી તત્ત્વોએ સૌરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની ખૂબ જ ચગાવ્યો હતો એટલું જ નહીં કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા સોનિયા ગાંધીએ તે સમયે મોતના સોદાગર શબ્દનો ઉલ્લેખ કર્યો હતો અને ચૂંટણી જીતવા હલકી કક્ષાના પ્રયાસો કર્યા હતા પરંતુ દેશ અને ગુજરાતની જનતા આ પ્રકારના રાજકારણને જાણી ગઈ છે અને પરિણામે આજે સીબીઆઇ કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા છે અને વર્ષો બાદ સત્યનો વિજય થયો છે એટલું જ નહીં વિરોધી તત્વો એ વર્ષો સુધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ને પણ પરેશાન કરવામાં કોઈ કમી રાખી નહીં હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સોહરાબુદ્દીન ઉપરાંત વિધાનસભા ચૂંટણીઓમાં પણ કેટલાય આંદોલન ગુજરાતમાં ચાલ્યા હતા પરંતુ તેમ છતાં રાજ્યની જનતાએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકી ફરીથી શાસન સોંપ્યું છે ત્યારે અમે પણ ગુજરાતની સેવા અને સુરક્ષા માટે જાગૃત છીએ એટલું જ નહીં અમારી સરકાર સૌનો સાથ સૌનો વિકાસ કરવા કટિબદ્ધ હોવાનો વિચાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે 2005માં સૌરાબુદ્દીન કેસમાં બાવીસ જેટલા લોકો સામે તબક્કાવાર એ ચાલે હતા જેમાં 200થી વધુ જેટલા સાક્ષીઓની જુબાની કોર્ટ દ્વારા લેવામાં આવી હતી ત્યારબાદ 2019 આ કેસ સીબીઆઇ કોર્ટમાં ચાલતો હતો જેનો આજે ચુકાદો આવી જતા કેસમાં સામે લેવા 22 જેટલા લોકોનો નિર્દોષ છુટકારો થવા પામ્યો છે.