સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન અને સુજલામ-સુફલામ યોજનાનું ખર્ચ

મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ (૨૦૦૩, ૨૦૦૮ અને ૨૦૧૩) વિધાનસભા દરમ્યાન ઉપરોક્ત બે યોજના જાહેર કરી. એક ઉત્તર ગુજરાતના લોકોને છેતરવા અને બીજી સૌરાષ્ટ્રના લોકોને ગેરમારગે દોરવા માટે.
કાઠીયાવાડમાં કહેવત છે કે નેવાના પાણી મોભે ના ચડાવાય , પરંતુ ભાજપની સરકારે આ બન્ને યોજનાઓ પાછળ અનુક્રમે રૂ.૬૦૦૦ કરોડ અને રૂ.૧૬૦૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. ચોમાસામાં જયારે ઇન્દ્ર દેવ વરસાદના રોકડા નીર વરસાવતા હોય ત્યારે ઉછીના મોંઘા દાટ પાણીના પ્રોજેક્ટનો શું અર્થ ?
૧૦ લાખ એકર પાણી માટે ૨૨,૦૦૦ કરોડનો ખર્ચ ? પાણીની જેમ પૈસા વહાવતી આ રૂ. ૨૨,૦૦૦ કરોડના ખર્ચ વાળી સિંચાઈ યોજનાઓનો ઘટનાક્રમ તપાસવા જેવો છે.
રાજ્ય સરકારે જાહેર કરેલી રૂ.૧૬,૦૦૦ કરોડના ખર્ચ વાળી સૌની યોજના એટલે નર્મદાનું જુનું પાણી નવી બોટલમાં. એક જમાનામાં જયારે નદીનો પ્રવાહ ૨૮૦ લાખ એકર ફૂટ ગણાતો હતો ત્યારે
નર્મદા નદીના પુરના ૧૦ લાખ એકર ફૂટ પાણીને નહેર મારફત રાજ્યના ખાલી ડેમમાં ભરી લેવાની વિચારણા થઇ હતી. પરંતુ જયારે ૧૯૯૩ માં કેન્દ્ર સરકાર રચિત જયંત પાટીલ સમિતિનો અહેવાલ બહાર પડ્યો ત્યારે તારણ એવું નીકળ્યું કે નદીનો પ્રવાહ ઘટીને ૨૩૦ લાખ એકર ફૂટ થઇ ગયો છે.
મધ્ય પ્રદેશ સરકાર પણ આ યોજનાઓથી નારાજ છે કારણકે ભવિષ્યમાં અન્ય યોજનાઓની જેમ બંને રાજ્યો વચ્ચે જળવિવાદ થવાનો એ નક્કી. આમ છતાં ૧૨ મી વિધાનસભામાં જયારે ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાણી ત્યારે માર્ચ ૧૯૯૬મા જયનારાયણ વ્યાસે જાહેરાત કરી કે “ આગામી ચોમાસા બાદ ઉત્તર ગુજરાતના એકેય ગામને પીવાના પાણીની તંગી નડશે નહિ.તેના માટે રાજ્ય સરકારે આગોતરું આયોજન વિચાર્યું છે. ચોમાસામાં પુર આવે ત્યારે ૧.૫૦ મીલીયન એકર ફીટ પાણીને નર્મદાની કેનાલ મારફત ઉત્તર ગુજરાતના જળાશયોમાં ભરી લેવાશે. કડીથી ઉત્તર ગુજરાતને સાંકળતી કેનાલ મારફત –મેશ્વો, વાત્રક, માઝૂમ, અને દાંતીવાડા ડેમમાં આ પુરના પાણી ભેળવી દેવાશે”

ત્યારબાદ ૧૯૯૭ ફેબ્રુઆરીમાં સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડાયરેક્ટરે જાહેરાત કરી કે “આવતા ૫૦ વરસ સુધી ગુજરાતને નર્મદાના પુરનું વધારાનું પાણી ઉપલબ્ધ થશે.
કારણકે મધ્ય પ્રદેશ તેની હદમાં વિરાટ નર્મદા સાગર પ્રોજેક્ટ અને બીજા ૨૮ જેટલા નાના-મોટા પ્રોજેક્ટ સમયસર પુરા કરી શકે તેમ લાગતું નથી.”

૧૩મિ વિધાનસભા દરમ્યાન ૨૦૦૧ જાન્યુઆરી માં મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલે નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતના ડેમમાં ઠાલવવાનું વચન આપ્યું
જળવિકાસ મંત્રી બાબુભાઈ બોખીરીયા એ રૂ ૩૧૦ કરોડની પહેલી પાઈપ લાઈનનું ખાત મુહૂર્ત કર્યું.
ભાજપની સરકારે ઉત્તર ગુજરાતમાં નર્મદાના ચોમાસા દરમ્યાન વહી જતા પુરના પાણી ને પાઈપ લાઈનથી ખાલી પડતાં ડેમોમાં ઠાલવવાની જાહેરાત કરી.
હવે સરકાર ઉત્તર ગુજરાતના મોટા ભાગના ડેમમાં નર્મદાના પાણી સિંચાઈ માટે ઠલવાશે. ૧૦૦ કિલોમીટર લાંબી પંદર પાઈપ લાઈન નાખવાનું નક્કી થયું.
સરકારે આ યોજના અગામી પાંચ વરસ માં રૂ ૨,૫૦૦ કરોડના ખર્ચે પૂર્ણ કરવાની ખાતરી આપી .

૧૪ મી વિધાનસભા દરમ્યાન નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા.
તેમણે ૨૦૦૩ જુલાઈમાં જાહેર કર્યું કે નર્મદા ના નીર થી ૧,૦૦,૦૦૦ હે જમીનને પિયતનો લાભ મળી રહ્યો છે.
અનેક વિસ્તારોમાં પાણીના સ્તર ઊંચા આવી રહ્યા છે. નર્મદાના પાણી થી ૭૦૦ તળાવો ભરી દીધા છે.
નર્મદાનું પાણી હિરણ, ઓરસંગ, કરદ, મહી, સિડક, મોહર, વાત્રક અને સાબરમતીમાં વહેવા લાગ્યા છે.
કે નર્મદાની કેનાલ મારફતે ૧૭ નદીઓના પાણી ભરાશે.
કેનાલની ડીઝાઇન માં ફેરફાર કરાશે, બધી નદીઓમાં ત્રણ કીલોમીટરના અંતરે જળાશયો બનાવશે.
સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી ઠલવાશે. વાસુકી ગએલી બનાસ, રૂપેણ અને સરસ્વતી નદીમાં નર્મદાના નીરથી ફરીવાર સજીવ થશે
નર્મદા યોજનાના ઉપરાંત રૂ. ૬૦૦૦ કરોડના ખર્ચે નર્મદાના વધારાના પુર ના પાણીને રાજ્યની ૮ નદીઓમાં વાળી ૧ લાખ હે. માં વધારાની સિંચાઈ સુવિધા ઉભી કરાશે.
સુજલામ સુફામ ના કારણે ખારાશ આગળ વધતી અટકશે, ખેડૂતો ખરીફ પાકનો લાભ લેશે, ખેત ઉત્પાદન વધશે, કમાણીમાં વધારો થશે,
સુજલામ સુફલામના કારણે સિંચાઈ ક્ષેત્રે ક્રાંતિ સર્જાશે, રાજ્યની ખેતી સબળ થશે.
૨૦૦૪માં મુખ્ય મંત્રીએ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારને સિંચાઈની સગવડ અપાનારી આ રૂ. ૬૦૦૦ કરોડની આ યોજનાને ‘રેકોર્ડ ટાઈમમાં ‘ પૂર્ણ કરવાની પ્રજાને ખાતરી આપી.
નિરમા કંપનીના કરસનભાઈ પટેલે જાહેર ખબર આપી…..નર્મ દે….સર્વ દે…ગુજરાતને ગર્વ દે .
નરેન્દ્ર મોદી ..નર્મદાના પાણી લાવ્યા તાણી…..સુજલામ સુફલામ કિસાન રેલી. હરિયાળી ક્રાંતિનો ઉદય
કડાણા ડેમથી બનાસ રીવર બેઝીન સુધી ૨૮૦ કી.મી.લાંબી રીચાર્જ કેનાલ તૈયાર થશે.
ઉ.ગુ.ના ૫૦૦૦ ગામતળાવ નર્મદાના પાણીથી છલકાતા થશે. ૨૧ સુકી નદીઓમાં નર્મદાના પાણી વહેતા હશે.
બોર વેલ પાછળ વપરાતી ૨૬૯૪ મેગાવોટ વીજળી ની બચત થશે.

૧૫ મી વિધાનસભા દરમ્યાન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫ મી વિધાનસભામાં એક નવી સિંચાઈ યોજનાની જાહેરાત કરી. જુન ૨૦૧૧ માં જાહેર કરાએલી આ યોજના હેઠળ સૌરાષ્ટ્રના સાત જીલ્લાના જળાશયોમાં નર્મદાનું ૧૦ લાખ એકર પાણી ભરવાનું જાહેર કરાયું.
તેના ચાર ઠેકાણે જોડાણ કરવામાં આવશે .
(૧) પહેલો તબક્કો – મચ્છુ -૨ થી ઊંડ ૧ -જામનગર / પૂર્વ સૌરાષ્ટ્ર,/ ૫૭ કી.મી.લાંબી પાઈપ લાઈન
(૨) બીજો તબક્કો – ભોગાવો થી ભીમડાદ –ભાવનગર / ૫૧ કી.મી લાંબી પાઈપ લાઈન
(૩) ત્રીજો તબક્કો – ભોગાવો થી મચ્છુ -૧-મોરબી / ૬૬ કી.મી લાંબી પાઈપ લાઈન
(૪) ચોથો તબક્કો – ભોગાવો થી આંકડિયા –રાજકોટ /૫૪ કી.મી. લાંબી પાઈપ લાઈન (જુન ૨૦૧૧)

મુખ્ય મંત્રી એ ૧૬ મી ગુજરાત વિધાનસભાની ચુટણી પહેલા સપ્ટેમ્બર ૨૦૧૨મા એક સભા માં રૂ.૧૦,૦૦૦ કરોડના ખર્ચ વળી સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન (સૌની) યોજનાની ફરીવાર જાહેરાત કરી.
નર્મદા સમર્થક અને ભૂતપૂર્વ આયોજન પંચના સભ્ય ડો. યોગેન્દ્ર અલઘે યોજનાની ટીકા કરતા કહ્યું કે રાજ્ય સરકારે જાહેર કરેલી રૂ ૧૦,૦૦૦ કરોડની નવી સૌની યોજના એટલે “નર્મદાનું જુનું પાણી નવી બોટલમાં”
આ યોજના ૧૯૮૭ માં કોંગ્રેસ સરકારે રમતી મૂકી હતી. આજે જયારે નદીનો પ્રવાહ ઘટી ગયો છે ત્યારે તે અપ્રસ્તુત બની ગઈ છે.
૨૦૧૪ ની લોકસભાની ચુંટણી પહેલા ૨૦૧૩ના મે મહિનામાં મુખ્ય મંત્રી એ ફરી એક વાર ‘સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન’ યોજનાની જાહેરાત કરી.
આ યોજના અંતર્ગત નર્મદાના ચોમાસામાં ‘નક્કામાં ’ દરિયામાં વહી જતા પાણીને કેનાલમાં વળી લઇ સૌરાષ્ટ્રના નાના-મોટા ૧૧૫ ડેમમાં પાણી ભરી લેવાશે.
તેમણે જાહેર કર્યું કે ૭ જીલ્લાના ડેમમાં પાણી ભરી લેવાશે.યોજનાનો ખર્ચ રૂ. ૧૦,૦૦૦ કરોડનો આવશે.
આખી યોજના અગામી ચાર વરસમાં – ૨૦૧૬ ના ડીસેમ્બરમાં પૂર્ણ કરવામાં આવશે.

૧૩ મી લોકસભાની ચુંટણી પહેલા ફરીવાર મુખ્ય મંત્રી એ સૌરાષ્ટ્ર ના ૧૧૫ ડેમ ને નર્મદા ના પાણી થી ભરી દેવા માટે સૌરાષ્ટ્ર નર્મદા ઈરીગેશન (“સૌની”) યોજના ની જાહેરાત કરી,
રાજકોટના રેસકોર્સ મેદાને થી બાબુભાઈ બોખીરીયા અને નાનું વાનાણી સાથે ૫,૯૮૫ કરોડના કામો નું ખાત મુહુર્ત કર્યું
૧૦,૮૬૧ કરોડ ની આ યોજનાથી ૧૧ જીલ્લાના, ૧૦,૨૨,૫૮૯ એકર વિસ્તારને લાભ મળવાનું વચન આપ્યું.
સૌરાષ્ટ્ર ના ૧૧૫ ડેમ ને નર્મદા ના પાણી થી ભરી દેવા માટે “સૌની” યોજનાનો અમલ કરશે.
રૂ.૧૦,૮૬૧ કરોડ ની આ યોજનાથી ૧૧ જીલ્લાના , ૧૦,૨૨,૫૮૯ એકર વિસ્તારને લાભ મળશે.

૧૭ મી વિધાનસભાની ચુંટણી પહેલા ફરી એક વાર સૌની યોજનાનો ચુંટણી જીતવા માટે હથિયાર તરીકે ઉપયોગ થઇ રહ્યો છે. પ્રધાન મંત્રીએ પહેલા બોટાદ અને ત્યારબાદ રાજકોટ ખાતે સૌની યોજનાના લોકાર્પણ કાર્યક્રમો યોજી ગયા. બાકી હતું એટલે રાષ્ટ્રપતિ ત્રીજીવાર આવી લોકાર્પણ કરી ગયા. ૧૦,૦૦૦ કરોડની યોજનાનો અંદાજીત ખર્ચ રૂ. ૧૬,૦૦૦ કરોડનો જાહેર થયો. જે યોજના ૨૦૧૬ ના ડીસેમ્બરમાં પૂર્ણ કરવાની હતી તે હવે ૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાની નાનું વાનાણીએ ખાતરી આપી.
૨૦૧૯ ની લોકસભાની ચુંટણી વખતે પણ સૌની યોજનાના લોકાર્પણ કાર્યક્રમ થવાના એ નક્કી.

તારીખ ૧૭ મી સપ્ટેમ્બરે કેવડીયા કોલોની અને ડભોઇ ખાતે ફરી એકવાર ચુંટણી જીતવા માટે લોક ઉન્માદ વકરાવનારો તમાશો યોજાઈ રહ્યો છે.
રથયાત્રા અને લોકાર્પણના તાયફા થી સાવચેત રહેવા જેવું છે. ગુજરાતના મતદારો જાગ્રત થાય તે જરૂરી છે.

(ભરતસિંહ ચુડાસમા : ૫ સપ્ટેમ્બર ૨૦૧૭)