સૌરાષ્ટ્રના 1.19 કરોડ મતદારોએ 7 બેઠકના 120 ઉમેદવારો માટે મતદાન શરૂં કર્યું 

સૌરાષ્ટ્રની 7 બેઠકો પર 60 હજાર ચૂંટણી કર્મચારીઓ, 36 હજાર સુરક્ષા કર્મચારીઓ અને 13,848 મતદાન મથકો પર ફરજ છે. સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સૌરાષ્ટ્રમાંથી 1.19 કરોડ મતદારોએ સવારથી જ મતદાન શરૂં કરી દીધું છે. ગુજરાતમાં કુલ 371 ઉમેદવારો છે, જેમાં સૌરાષ્ટ્રના 120 ઉમેદવારો છે.

સૌરાષ્ટ્રમાં ચૂંટણીનો સ્ટાફ

બેઠક પોલીંગ સ્ટાફ – સુરક્ષા જવાનો

રાજકોટ  12179 – 7000
જામનગર  6707 – 2827
પોરબંદર  9270 – 5562
જૂનાગઢ  7978 – 5760
અમરેલી  7695 – 3764
સુરેન્દ્રનગર  10165 – 6834
ભાવનગર  6441 – 5015