સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલા દિવસે પાણી મળે છે તે ચોંકાવી દે તેવું છે. સૌરાષ્ટ્રના 36 નાના અને મોટા શહેરોને રોજ પાણી મળતું નથી. બે દિવસથી લઈને 8 દિવસે પાણી આવે છે. રાજકોટ શહેરમાં જ રોજ પાણી આવે છે. પણ બાકીના સમગ્ર સૌરાષ્ટ્રના શહેરોમાં પાણીની ગંભીર સ્થિતી છે. 7 જિલ્લાના 26 શહેરોની યાદી અહીં આપી છે.
ગામડાઓની હાલત તો અત્યંત ખરાબ છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં 4થી 10 દિવસે એક વખત પિવાનું અને વાપરવાનું પાણી 10મીનીટથી 30 મીનીટ સુધી આવે છે. ભાજપની સરકારે દાવો કર્યો છે કે પાણી પુરતું છે. પણ અહીં સ્થિતી જુદી છે. સરકાર પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. જે આ વિગતો પરથી એકદમ સ્પષ્ટ થઈ ગયું છે.
સૌરાષ્ટ્રનો સૌથી સુખી વિસ્તાર સુરેન્દ્રનગર બની ગયો છે જ્યાં સિંચાઈ અને પિવાનું પાણી છુટથી મળે છે. પણ અમરેલી, રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમી દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોમાં ગંભીર સ્થિતી છે. આ વિસ્તારોમાં પાણી અને મજૂરી ન મળતાં દોઢ લાખથી વધું ખેત મજૂરો હિજરત કરી ગયા છે. મૂળ નિવાસી લોકો પણ પાણીની તકલીફના કારણે નવેમ્બર 2018થી ચૂંટણી પહેલાથી હિજરત કરી રહ્યાં છે.
8 દિવસે પાણી આવતું હોય એવા શહેરો
કોટડાસાંગાણી, કેશોદ,
7 દિવસે પાણી આવતું હોય એવા શહેર
રાજુલા.
6 દિવસે પાણી મળતું હોય એવા શહેરો
ધોરાજી, ટંકારા, માંગરોળ,
5 દિવસે પાણી આવતું હોય એવા શહેર
કુંકાવાવ, જાફરાબાદ,
4 દિવસે પાણી મળતું હોય એવા શહેરો
ગોંડલ, જૂનાગઢ, અમરેલી, બગસરા, ધારી, લાઠી, લીલીયા, દામનગર, કાલાવડ,
3 દિવસે પાણી મળતું હોય એવા શહેરો
ઉપલેટા, પોરબંદર, કુતિયાણા, રાણાવાવ
2 દિવસે પાણી મળતું હોય એવા શહેરો
જામનગર, પડધરી, સાવર કુંડલા, ખાંભા, ચલાલા.