અમરેલી,તા:૦૯ સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે, ત્યારે આટલા વરસાદ છતાં બગસરાના ચેકડેમ ખાલીના ખાલી જ રહ્યા છે. એટલે કે કહી શકાય કે અતિવૃષ્ટિથી પાક બરબાદ તો થયો જ, બાકીની સિઝનમાં પાણીના અભાવે ફરી પાક બરબાદ થવાનો છે.
અમરેલીના બગસરા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા ચેકડેમ બનાવવામાં આવ્યા હતા, પરંતુ 2015માં પૂરના કારણે તે તૂટી ગયા હતા. આ તૂટી ગયેલા ચેકડેમ ચાર વર્ષે પણ રિપેર કરવામાં ન આવતાં આટલા વરસાદ થતાં તે ખાલી રહ્યા છે. આ અંગે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી રોષ વ્યક્ત કર્યો છે.