સૌરાષ્ટ્રમાં 30 હજાર બાળકોને પોષણક્ષમ ખાવાનું મળતું નથી

રાજ્ય સરકાર જીવન વીમો આપી શકે છે, પરંતુ ખાવાનું આપી શકતી નથી. સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાં 30,000 બાળકો એવા છે કે જેને સાંજ પડે  પૂરતું ખાવાનું મળતુ નથી. તેથી તેઓ કૂપોષણથી પીડાઈ રહ્યા છે. આજે સરકાર દર મહિને આંગણવાડીઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં ત્રીસ હજાર બાળકો એવા છે કે જેમને ખાવાનું ન મળતા તેઓ કુપોષિત થઇ ને પોતાનું શરીર બરબાદ કરી રહ્યા છે. આની પાછળ આંગણવાડીમાં અપાતા ખોરાકમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું પ્રસ્થાપિત થયું છે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આ અંગે સરકારને ઝાટકી કાઢી હતી અને એવું કહ્યું હતું કે મારા સૌરાષ્ટ્રમાં જ 30,000 બાળકો એવા છે કે જેને સાંજ પડે પૂરતું ખાવાનું મળતું નથી. આ સંખ્યા ગુજરાતમાં 1.11 લાખ જેટલી છે. જેમાં એક વર્ષમાં જ ગુજરાતમાં 35 હજાર બાળકોનો કુપોષણમાં વધારો થયો છે. એટલે કે સરકાર જે પૈસા આપે છે તે બાળકોને ખવડાવવા માટે ના આપતાં નેતાઓ ખાઈ રહ્યા છે. બાળકો તો ભૂખ્યા ઊંધી જાય છે. આંગણવાડીઓને દર મહિને અનાજ અને કરિયાણું અને નિયત કરેલો ખોરાક આપવામાં આવે છે. જે બારોબાર અધિકારીઓ અને નેતાઓ ઘરભેગું કરી રહ્યા છે. આમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. એ ખરેખર બાળકોને ખાવાનું મળવું જોઈએ તે નેતાઓ ખાઈ રહ્યા છે. જેના કારણે કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. સૌથી વધારે કુપોષિત બાળકો ભાવનગર જિલ્લામાં છે. આથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અહીંથી ચૂંટાઇને આવેલા છે. બીજા નંબર પર પોરબંદર જિલ્લો આવે છે,  ત્યાં પણ અનાજ મળતું નથી. તાલુકામાં કુપોષિત બાળકો માટે અલ્ટ્રાટેક સી.એસ.આર દ્વારા પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં રાજુલા-જાફરાબાદ ગામોમાં કામગીરી શરૂ કરવામાં આવી છે અને એનિમિયા નિયંત્રણ માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. જે બતાવે છે કે સૌરાષ્ટ્રમાં બાળકોને સારો ખોરાક આપવાની જરૂરિયાત છે.