સૌરાષ્ટ્ર કચ્છમાં પાલતુ પશુ ઘટી રહ્યાં છે

ગ્રામ્ય રોજગારી અને પૂરક આવક મેળવવા માટે ખેતી સાથે પશુ ઉછેર અને ડેરી વ્યવસાય અગત્યનું યોગદાન આપે છે. રાજયમાં ૬૭.૮૪ લાખ ગાયો, પર.૪૧ લાખ ભેંસો, ૨૦-૨૫ લાખ ઘેટા, ૪૨.૨૮ લાખ બકરા તેમજ ૧૩.૨૪ લાખ અન્ય પશુઓ છે. પરંતુ દિન-પ્રતિદિન પશુઓની સંખ્યા ઘટતી જાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. સૌરાષ્ટ્રની ખેતી સંસ્કૃતિમાં ભારે ફેરફારો થયા છે. હવે અહીં કોઈ ગાય કે ભેંસ રાખવા તૈયાર નથી. કારણ કે તેને સાચવવની મુશ્કેલ છે. તેથી તે વેંચી દેવામાં આવી રહી છે.

આપણાં દેશની કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થામાં પશુપાલન એક પૂર્ણ સમયના વ્યવસાય તરીકે ઉપસી આવેલ છે. ભારતમાં ગાય વર્ગના પશુઓની સંખ્યા લગભગ ૧૯.૩ કરોડ અને ભેંસ વર્ગના પશુઓની સંખ્યા ૭.૦ કરોડ છે. આમ, આપણો દેશ દૂધ ઉત્પાદનની દૃષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આપણા દેશમાં કુલ દૂધ ઉત્પાદનમાં ભેંસો પર ટકા, ગાયો ૪૫ ટકા અને ઘેટા બકરા ૩ ટકા ફાળો રહેલ છે. આમ, દેશમાં દૂધ ઉત્પાદનમાં ગાય તથા ભેંસ મોખરાનું સ્થાન ધરાવે છે. પશુપાલન એ ગામડાઓમાં ખેતીનો પૂરક ધંધા તરીકેનો વ્યવસાય છે. આ ધંધો આજના સમયમાં ખાસ કરીને સીમાંત, નાના ખેડૂતો તેમજ જમીન વિહોણા મજુરો માટે તેમની આજીવીકાનો મુખ્ય સાધન તરીકે ઉપસી રહયો છે.

ગુજરાતમાં, સહકારી દૂધ ઉત્પાદન મંડળીઓનું વિશેષ મહત્વ આખા દેશમાં જાણીતું છે. સોરાષ્ટ્ર વિસ્તારમાં પાંચ મુખ્ય પશુઓની ઓલાદો જોવા મળે છે. તેમાં ગીર ગાય, જાફરાબાદી ભેંસ, ઝાલાવાડી બકરા, કાઠીયાવાડી ઘોડા તથા એશીયાટીક સિંહનો સમાવેશ થાય છે. ભારત જેવા વિશ્વના અનેક દેશોના આર્થિક માળખામાં તેમજ તેમની ગ્રામીણ સંસ્કૃતિમાં પશુપાલનનું આગવું મહત્વ છે. જે તે દેશ કે રાજયની ભોગોલીક પરિસ્થિતી, હવામાન અને કૃષિ -વિષયક અન્ય પરીબળો અમુક ચોકકસ પ્રકારના પશુધન-પ્રાણીને વધુ અનુકૂળ રહે છે અને ત્યાંની આર્થિક સધ્ધરતામાં વધુ નોંધપાત્ર ફાળો આપે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવે છુટક ગાય ભેંસ રાખવાના બદલે તબેલા બનાવવામાં આવી રહ્યાં છે. તેને સાચવવા માટે મજૂર બહારથી લાવવામાં આવે છે. પણ ધરેક ઘરે ગાય જોવા મળતી હતી તે ઘટી રહી છે. પણ સામે ગીર ગાયનું મહત્વ વધતા તેમાં વધારો થઈ રહ્યો છે. જેનું ઘી હવે રૂ.1200થી 2000 સુધી એક કિલોના ભાવે વેચાય છે. પણ આંગણે કોઈ ગાય બાંધતું નથી ગૌશાળા અને તબેલા વધી રહ્યાં છે.