વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલની બાળાઓએ આવારા તત્વોના ત્રાસથી પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું હતું.
સરકારના બેટી બચાવો બેટી પઢાઓ ના નારાઓની વચ્ચે 12 ઓક્ટોબર 2019ના રોજ વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ શાળાએથી વાંકાનેર સીટી પોલીસ મથક સુધી પગપાળા રેલી કાઢી પોલીસ અધિકારીઓને રજૂઆત કરેલી કે વિદ્યાર્થીનીઓને ઘરેથી સ્કૂલે આવવાના અને ઘરે જવાના સમયે સ્કૂલની આસપાસ અને રસ્તાઓમાં આવારા લુખ્ખા તત્વો વિદ્યાર્થીનીઓ ને હેરાન પરેશાન કરી રહ્યા છે અને આવા આવારા લુખ્ખા તત્વોનાં ત્રાસના લીધે જ આ શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ તાજેતરમાં આત્મહત્યા કરેલી છે જેના આરોપીઓ સાથે કડકમાં કડક કાર્યવાહી કરી સમાજમાં અન્ય બીજી કોઇ બહેન દીકરીઓને કોઇ આવારા તત્વો હેરાન ન કરે તેવો દાખલો બેસાડવો. પણ પોલીસે આજ સુધી સંતોષકારક પગલાં ભર્યા નથી. ત્યારે હવે વાંકાનેરની પ્રજા કોને રજૂઆત કરવા જશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સુરક્ષા આપવામાં સફળ થયા નથી એવું પ્રજા માની રહી છે.
આવેદનમાં જણાવ્યા મુજબ શાળાએ આવતી બાળાઓને શાળાએ આવવું પણ મુશ્કેલ થઈ ગયેલ છે શાળામાં શહેર ઉપરાંત ગામડાઓમાંથી પણ મોટાભાગની ગરીબ ઘરની વિદ્યાર્થીનીઓ આવતી હોય છે પરંતુ આવા આવારા અને લુખ્ખા તત્વોને કારણે બાળાઓ પોતાનો અભ્યાસ અડધેથી જ છોડી દે છે આવી મુશ્કેલીઓના કારણે બાળાઓ શાળાએ ભણવા માટે આવી શકતી નથી અને વારંવાર અઘટીત ઘટનાઓનો શિકાર બાળાઓ થાય છે માટે શાળા પાસે પોલીસ કોસટેબલનો બંદોબસ્ત ગોઠવવા રજૂઆત કરેલ.
જે અંગે વાંકાનેર સીટી પીઆઇ એચ.એન. રાઠોડ અને પીએસઆઇ પી.સી. મોલીયા એ વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાઓને આશ્વાસન આપી તેમની રજૂઆતો શાંતિથી સાંભળી તાત્કાલિક ધોરણે સ્કૂલ છુટવાના સમયે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવાનો અને અન્ય કોઈપણ મુશ્કેલીના સંજોગોમાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ અને કહેલ કે આવા આવારા તત્વો જો સ્કૂલ કે કોલેજની આસપાસમાં મળી આવશે તો કડક હાથે કામ લેવાની બાહેંધરી આપેલ.