સ્કૂલ વર્ધી વાનમાં સરકારે નીચી મુંડીએ શરતો સ્વિકારી બાળકોનું જીવન જોખમમાં મૂક્યું

છેલ્લા કેટલાક દિવસની સ્કૂલ વર્ધીના વાન, રીક્ષા ચાલકો દ્વારા ચાલતી હડતાલને પગલે આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસીએશનના હોદ્દેદારો સાથે સરકારે બેઠક યોજી હતી. હવે 12ના બદલે 14 બાળકોને સ્કુલ વાનમાં ભરવાની માંગણી ભજપ સરકારી સ્વિકારવી પડી છે. આમ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા, ટ્રાન્સપોર્ટ અગ્રસચિવ સુનયના તોમર, ટ્રાન્સપોર્ટ કમિશનર સોનલ મિશ્રા, પોલીસ કમિશનર મોહન ઝા, જોઇન્ટ પોલીસ કમિશનર મોથલિયા, વાહનવ્યવહાર વિભાગનાં અધિકારીઓએ નીચી મુંડીએ સ્કુલ વર્ધીના સંચાલકો સાથે ઝુકી ગયા હતા અને બાળકોનું જીવન જોખમમાં મૂકવાની છૂટ આપી છે.

બેઠકમાં સ્કૂલ વર્ધી સંચાલકોને નડતાં પ્રશ્નો અને તેના વ્યવહારૂ ઉકેલ લાવવાની દિશાના પગલા બાબતે સફળ વાટાઘાટો થઇ હતી. જેના પગલે આવતીકાલથી સ્કૂલ વર્ધી વાન, રીક્ષાઓ રાબેતા મુજબ બાળકોને શાળાએ લઇ જવાનું શરૂ કરશે.

સ્કૂલ વર્ધી સંચાલકો સાથે બાળકોના હિતમાં કાર્ય કરવા અપીલ કરી સ્કૂલ વર્ધી સંચાલકોની વાહનોનાં રજિસ્ટ્રેશન, પાર્સિંગ ઝડપથી થાય તેમજ ખાનગીમાંથી ટેક્સી વાહનમાં કન્વર્ટ કરવાની સમય મર્યાદા વધારવાની માંગણીઓ પરત્વે સરકાર હકારાત્મક છે અને તે બાબતે આર.ટી.ઓ.ના કાયદાની મર્યાદામાં રહીને સ્કૂલ વર્ધી સંચાલકોની મુશ્કેલીઓ દૂર કરવાની ખાતરી આપી હતી.

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસીએશનનાં પ્રમુખ ધર્મેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટે પણ રાજ્ય સરકારનાં સહકારની સરાહના કરી જરૂરી સહકારની ખાતરી આપી હતી. ટ્રાન્સપોર્ટ અગ્રસચિવ સુનયના તોમર, ટ્રાન્સપોર્ટ કમિશનર સોનલ મિશ્રા, પોલીસ કમિશનર મોહન ઝા, જોઇન્ટ પોલીસ કમિશનર મોથલિયા, વાહનવ્યવહાર વિભાગનાં અધિકારીઓ તથા સ્કૂલ વર્ધી એસોસીએશનનાં હોદેદારો હાજરીમાં સમાધાન થયું હતું.

અમદાવાદમાં સ્કૂલ વાનમાંથી ૩ બાળકો પડી ગયાની ઘટના બાદ મંગળવારે શહેર પોલીસ અને આરટીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતુ.જેના વિરોધમાં વડોદરા શહેરમાં આજે સ્કૂલ વર્ધીના વાહન ચાલકોએ પાડેલી હડતાળના પગલે વાલીઓને સતત બીજા દિવસે દોડધામ થઈ હતી.

અમદાવાદની સ્કુલ વર્ધી એસોશિએશને કહે છે કે, અમે સીએનજી બોટલ પર સીટ બનાવીને બેસાડીએ છીએ. પરંતુ 14થી ઓછા બાળકોને બેસાડવા અમને પોસાય તેમ નથી. અમદાવાદમાં 12 હજાર વાહનો જેમાં 6,500 રિક્ષા અને 5,500 સ્કૂલવાન છે. જેમાં 4 લાખ બાળકો મુસાફરી કરે છે. 1 કિ.મી.નું રિક્ષાનું ભાડું રૂ.600 અને વાનનું ભાડું 900 લેવામાં આવે છે. રૂ.400 કરોડ જેવી કમાણી શાળાના ટ્રાન્સપોર્ટેશન પાછળ થાય છે. જેમાં શાળાની પોતાની બસની આવક ગણવામાં આવે તો તે રૂ.500 કરોડ થઈ શકે છે. જો તેમાં કોલેજના વિદ્યાર્થીઓની ગણવતી કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશન પાછળ રૂ.750 કરોડનું ખર્ચ સ્કુલ વર્ધી પાછળ કરવામાં આવે છે. જે બીજા 7 મહાનગરોમાં લગભગ રૂ.2 હજાર કરોડ અને સમગ્ર ગુજરાતમાં રૂ.5 હજાર કરોડનો ખર્ચ શાળાની વર્ધી પાછળ થાય છે.