દુનિયામાં સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન સમારોહના પ્રચાર દરમિયાન જ કેન્દ્ર સરકારે 2.64 કરોડ રૂપિયાથી વધુ ધનરાશિ ખર્ચ કરી દીધી છે. RTI માં આ માહિતી બહાર આવી છે.
મંત્રાલયે 9 જાન્યુઆરીના જવાબમાં કહ્યું હતું કે સરકારે ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રમોશન પર રૂ. 2.62 કરોડ અને પ્રિન્ટ મીડિયામાં રૂ. 16.84 લાખથી વધુ ખર્ચ કર્યા છે. તેમાં ઉદઘાટન સમારંભ અને આઉટડોર જાહેરાત પર ખર્ચવામાં આવેલી રકમનો સમાવેશ થતો નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 143 મી જયંતી પર 31 મી ઑક્ટોબર, 2018 ના રોજ આ મૂર્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મૂર્તિ ગુજરાતમાં સરદાર સરોવર બંધ નજીક નર્મદા નદીની કાંઠે સ્થિત છે. મુંબઈના આરટીઆઈ કાર્યકર જતિન દેસાઈએ મૂર્તિના ઉદઘાટન સમારંભના પ્રમોશનના ખર્ચ પર માહિતી અને પ્રસારણ મંત્રાલય પાસેથી માહિતી માંગી હતી.
Gujarat