સ્ત્રીના કપડા પહેરી ચોરી કરતાં ચોરોથી સાવધાન

આજે રાત્રે ડીસા તાલુકાના ભોયણ અને ઢુવામાં સ્ત્રીના કપડા પહેરી ચોર પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આ ચોર દિવસે 2-3 કલાકના સમયે ઘરે ઘરે ફરીને અજાણ વ્યક્તિ બની ખોટું સરનામું પુછતા લોકોમાં ચોરની શંકાયે તેનો પીછો કર્યો હતો તે ચોર ભોયણ ગામના ડીસા-સામઢી રોડ પર આવેલી બોડી ફાટક પાસે ઝુપડામાં કપડાં બદલી નાખ્યા અને ફરીથી ઘરે ધરે ફરી ખોટા સરનામું પૂછવા લાગ્યો એટલે ત્યાના લોકો પાગલ સમજી છોડી મુક્યો હતો.

જ્યારે એ ચોર ઢુવા અને ભોયણ વચ્ચે નહેપર રહેતા   લોકો સુતા હતા ત્યારે રાત્રે એક વાગે રસ્તા પર નીકયો એટલે પગમાં પાયલનો અવાજ સાંભળી ઘરના લોકો જાગી જતાં તને પકડીને માર મારી પોલીને હવાલે કર્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે લોકોનું કહેવું છે કે આ ચોરની 5-6 જણની ટુકડી ડીસામાં આવી છે તેવી પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.