સ્થળ પર ઈ મેમોનો દંડ લેવાનું શરૂં કરતી અમદાવાદ ટ્રાફિક પોલીસ

અમદાવાદ ટ્રાફિક પોલીસ વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા શખ્ત બની છે. તેથી ટ્રાફિક રૂલ્સ તોડવાનું પ્રમાણ પણ ઓછુ થયું છે. ઈ મેમો મોકલાવે છે પણ લોકો તે ભરતાં નથી. તેથી હવે ઈ મેમો નહિ ભરેલો હોયો તેવા તમામ મેમો સ્થળ પર લેવા માટે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.
વર્ષ 2018 એપ્રિલથી અમદાવાદમાં ફરીથી ઈ મેમોની શરૂઆત કરાઈ. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ 1500થી વધુ કેમેરા દ્વારા ટ્રાફિક અંગે મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તો અમદાવાદ હજી પણ કેટલાક વાહનચાલકો આ નિયમોને ઘોળીનેપી જતા હોય તેમ બિન્દાસપણે રોડ રસ્તે નીકળી જાય છે. તેમજ અનેક ઈ-મેમો મળ્યા હોવા છતાં તે ભરવામાં આવતા નથી. ત્યારે પોલીસે હવે એક નવતર પ્રયોગ અમલમાં મુક્યો છે. જે મુજબ ઈ-મેમો નહી ભરનાર વાહન ચાલકોને રોડ પર જ અટકાવીને બાકી નિકળતા તમામ દંડની રકમ વસુલ કરવામાં આવશે. છેલ્લા એક મહિનાથી પોલીસે ટ્રાફિક ડ્રાઈવ કરીને બાકી તમામ ઈ મેમો ભરાવવા કામગીરી શરૂ કરી છે. અને કરોડો રૂપિયાનાં બાકી મેમોનું વસુલાત કરી રહી છે. છેલ્લા એક માસની વાત કરીએ તો ડીસેમ્બર 2018માં જ 23 લાખ રૂપિયાની વસુલાત કરી છે. તો અગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ અનેક જગ્યાઓ પર બાકી દંડની વસુલાત કરવા પોલીસની ટીમો તૈનાત રાખશે.