સ્પિચલેશ નાટકની સ્વરૂપવાન પ્રાચી સ્પિચલેશ થઈ

વડોદરાની ડ્રામા આર્ટિસ્ટની લાશ આખી રાત રસ્તા ઉપર પડી રહી

વડોદરામાં નાટકની કલાકાર સ્વરૂપવાન બીઈ થયેલી 25 વર્ષીય યુવતી પ્રાચી યુવરાજ મોર્યની બુધવારે મધરાતે લાશ રસ્તાની પાસે પડેલી મળી આવી હતી. સફાઈ કામદાર મહિલાએ પોલીસ નિયંત્રક કક્ષને જાણ કરતા પોલીસે હત્યારા પૂર્વ બોયફ્રેન્ડ વસીમને ઝડપી પાડ્યો હતો.

સંખ્યાબંધ નાટકોમાં તે કામ કરી ચૂકી છે. ચાર વર્ષથી તેને વડોદરાના વસીમ નામના યુવક સાથે પ્રેમ થયો હતો. વર્ષો સુધી સાથે ફર્યા પછી તેઓ છૂટા પડયા હતા. પ્રાંચી અને વસીમ વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કરતા હતા. ત્યારે તેમની વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. જો કે પ્રાંચી સાથે સંબંધ તૂટ્યા પછી વસીમ સતત તેને મનાવવા માટે પ્રયત્ન કર્યો હતો. પણ પ્રાંચી ફરી સંબંધ બાંધવા માટે તૈયાર નહોતી.

ખંભાતમાં સ્પીચ લેસ નામના નાટકમાં પ્રાચીએ અભિનય કરવા સ્ટુડિયોથી પ્રાચી સહીતના 20 જેટલા આર્ટિસ્ટો લકઝરી બસમાં બેસીને ખંભાત ગયા હતા.  રાત્રે તેઓ બધા સાથે પરત ફર્યા હતા. રાતનો સમય હોવાને કારણે પ્રાંચીનો સાથી કલાકાર તેને મુtકવા માટે સાથે નીકળ્યો હતો. પ્રાંચી અને અંકીત બંને પાસે અલગ અલગ સ્કૂટરો હતા. રાત્રે દોઢ વાગ્યાના સુમારે તેઓ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે વસીમ આવી પહોંચ્યો અને તેણે પ્રાંચી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જો કે સાથે રહેલા અંકીતે તેને સમજાવવાનો પ્રયત્ન કરતા પ્રાંચીએ અંકિતે કહ્યું હતું આ અમારો અંગત મામલો છે, તે વસીમને સંભાળી લેશે અને પ્રાંચી અંકીતે જતા રહેવાનું કહી પોતે ઘરે પહોંચી જશે તેમ જણાવ્યુ હતું. જેના કારણે અંકિત ત્યાંથી જતો રહ્યો હતો.

પોલીસ વસીમના ઘરે પહોંચતા તેના પરિવારે જાણ કરી તે ભરૂચની કોલેજમાં અભ્યાસ કરતો હોવાને કારણે સવારે ભરૂચ જવા રવાના થયો છે, જેના આધારે વડોદરા પોલીસની ટીમે વેશ પલ્ટો કરી વસીમને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી તેને ઝડપી લીધો હતો.

પોલીસે વસીમને ઝડપી લેતા તેણે તરત પોતાના ગુનાની કબૂલાત કરી હતી, તેણે કબૂલ્યુ હતું કે પ્રાંચીએ તેને તરછોડી દીધા પછી તે સતત તેને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો હતો. વસીમને શંકા હતી કે તેને કોઈ અન્ય સાથે પ્રેમ થઈ ગયો છે. વસીમ અને પ્રાંચી વચ્ચે ઉગ્ર ઝઘડો થતા પ્રાંચી તેને લાફો મારી દીધો હતો, જેના કારણે ઉશ્કેરાઈ તેણે તેનું ગળુ દબાવી દીધું અને ત્યાંથી નીકળી ગયો હતો. જો કે થોડે દૂર જતા તેને યાદ આવ્યુ કે પ્રાંચી પાસે ફોન છે તે કોઈને જાણ કરશે તો તેવા ડરમાં તે પાછો પ્રાંચી પાસે આવ્યો હતો. ત્યારે પ્રાંચી કણસી રહી હતી એટલે તેણે ફરી તેનું ગળુ દબાવ્યુ હતું અને તેનો ફોન લઈ જતો રહ્યો હતો.

જો તે થોડીક જ ક્ષણમાં તેને યાદ આવ્યુ કે પ્રાંચી પાસે બે ફોન છે એટલે તે બીજો ફોન લેવા પરત આવ્યો ત્યારે પણ પ્રાંચી જીવીત હતી આથી તેણે પ્રાંચીના જ દુપટ્ટા વડે તેનું ગળુ ત્રીજી વખત દબાવી દેતા પ્રાંચીનું મોત નિપજ્યું હતું. અલગ અલગ ત્રણ- ત્રણ વખત ગળુ દબાવીને ઠંડે કલેજે હત્યા કરી હતી. જો પ્રાચી પાસે બે ફોન ન હોય તો તે બચી ગઈ હોત. બેરહેમી પૂર્વક હત્યા કરીને વસીમ ઉર્ફે અરહાન સીકંદર મલેક ઉ.24 (રહે, ફાતીમા રેસિડેન્સી, ગોરવા કરોડિયા રોડ) ફરાર થઈ ગયો હતો.

પ્રાચીના પિતા મધ્ય પ્રદેશમાં નોકરી કરે છે. માતા વડોદરા મહાનગર પાલિકાના શહેરી વિકાસ વિભાગમાં એચ.ઓ.ડી. તરીકે ફરજ બજાવે છે. પ્રાચીની નાની બહેન શચી ફાઈન આર્ટસમાં અભ્યાસ કરે છે. ગત ફેબ્રુઆરીમાં પ્રાચી અને વસીમ વચ્ચે બ્રેકઅપ થયું હતુ. ગઈકાલે

પોલીસને નજીકમાં એક્ટિવા મળી આવ્યુ હતુ. તેના પર ઉપર લાગેલા ઓર્ચીડ સોસાયટીના સ્ટિકર ઉપરથી પોલીસ સોસાયટીમાં પહોચી હતી. સોસાયટીમાં પ્રાચી રાતથી ઘરે આવી ના હોવાની જાણ થતા પોલીસ પ્રાચીની માતા અને બહેનને સ્થળ પર લઈ આવી હતી . જ્યા મૃતદેહ પ્રાચીનો હોવાનુ કનફોર્મ થયુ હતુ.

લાશની ઓળખ થતાં જ હત્યારાને શોધવા માટે શહેરભરની પોલીસ કામે લાગી ગઈ હતી. પોલીસને પહેલી કડી મળી કે અંકિત શર્મા નામનો સહ આર્ટિસ્ટ પ્રાચી ને મોડીરાતે મુકવા ઘર સુધી આવ્યો હતો. પોલીસે ફતેગંજ પોસ્ટઓફીસ પાછળ આવેલા 302, શરણમ સોલીટર એપાર્ટમેન્ટમાં રહેતા અંકિત ને અટકાયતમાં લઈને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતુ કે, હુ પ્રાચીને મુકવા આવ્યો ત્યારે વસીમ ત્યાં જ ઉભો હતો. મારે અને અંકીતને બોલવાનુ પણ થયુ પરંતુ પ્રાચીએ મને કહયું હતુ કે તુ અહિંથી જતો રહે હું આને રવાના કરી દઉ છુ.એટલે હુ નિકળી ગયો હતો.