સ્માર્ટ સિટી મિશનમાં ગુજરાતનું એક પણ શહેર નહીં

સ્માર્ટ સિટી મિશનની પ્રગતિ – ટેન્ડર આપવામાં આવેલી પરિયોજનાઓ

111 ભારતીય શહેરોને સામેલ કરીને જીવન નિર્વાહને વધુ સહજ બનાવવાનો સૂચકાંક 13 ઑગસ્ટ, 2018થી શરૂ કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય, વિવિધ શહેરી પહેલોના માધ્યમથી શહેરી માહોલમાં થયેલી પ્રગતિનું આકલન કરવામાં શહેરોને સમર્થ બનાવવાનો છે. આ માળખુ 4 સ્તંભ – સંસ્થાગત, સામાજિક, આર્થિક અને વસ્તુગતમાં જીવન નિર્વાહને સહજ બનાવવાનું માપન કરે છે. આ બાબતે સૌથી સારું કામ કરનારા શહેરોમાં – પૂણે, નવી મુંબઈ, બૃહદ મુંબઇ, તિરુપતિ અને ચંદીગઢ છે.

સ્માર્ટ સિટી મિશન (SCM)  તૈયાર કરવામાં આવેલા સ્માર્ટ રોડના કારણે માર્ગોમાં થતા અકસ્માતોમાં ઘટાડો થયો છે અને તમામ ઉપયોગકર્તાઓ માટે સુરક્ષિત અને સુવિધાજનક પહોંચ અને રૂટ અથવા માર્ગ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. આ સાથે જ સ્માર્ટ માર્ગો પરિવહન તરફી વિકાસને વેગ આપી રહ્યા છે અને ઉપયોગકર્તાઓને રસ્તામાં રોકાવા તેમજ મનોરંજન માટે યોગ્ય સ્થળો પણ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 837 કરોડ રૂપિયાના ખર્ચે 25 શહેરોમાં સ્માર્ટ માર્ગોનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયું છે. આ પ્રકારે 59 શહેરોમાં સ્માર્ટ માર્ગો નિર્માણાધીન છે. બીજા તરફ, 36 શહેરોમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. 13,000 કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચે 94 શહેરોમાં સ્માર્ટ રોડ પરિયોજનાઓ પર પહેલાથી જ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે/ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.

SCM અંતર્ગત સ્માર્ટ સૌર ઊર્જા ગ્રીડે વીજળી પરની નિર્ભરતા ઓછી કરી દીધી છે. અત્યાર સુધીમાં 113 કરોડ રૂપિયાના ખર્ચે 15 શહેરોમાં સંબંધિત પરિયોજનાઓ પૂરી કરી દેવામાં આવી છે. તેના પરિણામરૂપે 19 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું છે. તેની સાથે સાથે 45 શહેરોમાં 850 કરોડ રૂપિયાથી વધુ ખર્ચની પરિયોજનાઓ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે/ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. 10શહેરોમાં સ્માર્ટ વેસ્ટ વોટર પોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે અને તેમાં કામગીરી ચાલી રહી છે જ્યારે 50 શહેરોમાં આ પ્રકારની યોજનાઓ નિર્માણાધીન છે. 24 શહેરોમાં સ્માર્ટ વોટર પરિયાજોનાઓ થઇ ચુકી છે અને તેમાં કામગીરી ચાલી રહી છે જ્યારે 56 શહેરોમાં આ પ્રકારની પરિયોજનાઓ નિર્માણાધીન છે.

ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ ફેલોશીપ પ્રોગ્રામ:  39 યુવા પ્રોફેશનલ્સની પસંદગી શહેરી નિયોજન અને ડિઝાઇન તેમજ સંબંધિત મુદ્દાઓના ક્ષેત્રમાં સ્માર્ટ સિટી ફેલો તરીકે કરવામાં આવી છે. આ પ્રોફેશનલ્સ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં સ્માર્ટ સિટીના મિશન નિદેશકના કાર્યાલય અને/અથવા પસંદગીના સ્માર્ટ સિટીના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO)ને વિશ્લેષણ, સંશોધન અને દસ્તાવેજીકરણ વગેરે સંદર્ભે આવશ્યક સહયોગ આપશે.

જીવન નિર્વાહમાં સુગમતા સૂચકાંક 2019: સૂચકાંકને બહેતર બનાવીને તે અંતર્ગત એક નવા સંસ્કરણ ‘જીવન નિર્વાહમાં સુગમતા સૂચકાંક 2019’ની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત પરિણામો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે અને તેનો ઉદ્દેશ્ય સમસ્ત ત્રણેય સ્તંભોમાં લોકોના જીવન નિર્વાહમાં સુગમતાનું આકલન કરવાનો છે.

ભારત શહેરી વેધશાળા: આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં એક અત્યાધુનિક ભારત શહેરી વેધશાળાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વેધશાળા શહેરોમાંથી વાસ્તવિક સમય તેમજ આર્કાઇવસ્રોતોમાંથી માહિતી એકઠી કરશે. જેનાથી એનાલિટીક્સ દ્વારા શહેરો, શિક્ષણવિદો, ઉદ્યોગજગત અને સરકારો માટે ઇનસાઈટ ઉપલબ્ધ કરી શકાશે. નીતિનિર્માણમાં આના કારણે ખૂબ જ સારું યોગદાન મળશે.

સ્માર્ટ સિટી ડિજિટલ ચુકવણી પુરસ્કાર – 2018: ભારતના શહેરી રહેવાસીઓના જીવન નિર્વાહમાં સુગમતાને પ્રોત્સાહન આપવા માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની પહેલ અંતર્ગત સ્માર્ટ સિટી ડિજિટલ ચૂકવણી પુરસ્કાર (SCDPA) 2018 ‘100 સ્માર્ટ સિટીમાં 100 દિવસની ચેલેન્જ’નો 9 જુલાઇ 2018ના રોજ આરંભ કરવામાં આવ્યો હતો.

નવીનતા, એકીકૃતતા અને નિરંતરતા માટે શહેરોમાં રોકાણ (CITIIS) ચેલેન્જ: નવીનતા, એકીકૃતતા, નિરંતરતાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખતા  સ્માર્ટ સિટી મિશન અંતર્ગત જુલાઇ 2018માં AFD, EU અનેNIUA ની ભાગીદારીમાં એક ‘સિટીઝ ચેલેન્જ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 36 સ્માર્ટ સિટીમાંથી પ્રાપ્ત થયેલા 67 પ્રસ્તાવોમાંથી 13 પરિયોજોનાઓની પસંદગી 100 મિલિયન યૂરોના રોકાણ માટે કરવામાં આવી હતી. 26 ફેબ્રુઆરી 2019ના રોજ સ્માર્ટ સિટીના સીઇઓએ બીજા શિખર સંમેલન દરમિયાન ‘CITIIS પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યા હતા.