સ્વામીનારાયણ સાધુ પર બળાત્કારની ફરિયાદ

જૂનાગઢના સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ સ્સ્વામીનારાયણ આનંદ સ્વરૂપદાસજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે,  ચાલુ કારે સ્વામીએ છરી બતાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પરિણીતા પોલીસમાં ફરિયાદ કરશે તો તેની દીકરીને ઉપાડી જશે તેવી સ્વામીએ ધમકી આપી હતી. સ્વામીના ડ્રાઇવર સામે પણ પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.

વડીયા સ્વામિનારાયણ મંદિરના સ્વામી આનંદ સ્વરૂપદાસજી સામે પતિથી અલગ રહેતી એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે સ્વામીએ મહિલાને તેના પતિ સાથે સમાધાન કરાવવાની લાલચ આપી હતી. સ્વામી પીડિત મહિલા સાથે વોટ્સએપમાં ચેટિંગ પણ કરતા હોવાનું જણાવવામાં આવ્યું છે.

મહિલાની ફરિયાદ પ્રમાણે છ દિવસ પહેલા સ્વામી આનંદ સ્વરૂપદાસજી જૂનાગઢ ખાતે આવ્યા હતા અને તેમણે શિશુમંગલ રોડ ઉપર ચાલુ કારમાં મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ બાદ મહિલાની છોકરીને ઉપાડી જવાની તેમજ આ અંગે કોઈને ફરિયાદ ન કરવાની ધમકી પણ આપી હતી. મહિલાના જણાવ્યા પ્રમાણે સ્વામીના ડ્રાઇવરે આ કૃત્યમાં સ્વામીની મદદ કરી હતી.