સ્વામી પર હુમલો

બોટાદના ઢસામાં આવેલા ગુરૂકુળના સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. હુમલો થતો તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભાવનગર ખાતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગુરુકુળમાં ગત મોડી રાત્રે ચોર ઘુસ્યા હતા તેમણે હુમલો કર્યો હતો.

આ ઘટનામાં સ્વામિનારાયણ ગુરૂકુળમાં ચોરીના ઇરાદે ઘૂસેલા આરોપીઓએ અથડામણ દરમિયાન સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર તીક્ષ્ણ હથિયારોના પાંચ ઘા માર્યા હતા. સ્વામી લોહી લુહાણ થઈ ગયા હતા. 108ને જાણ કરી સ્વામી અક્ષરપ્રકાશને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અગાઉ મહંત પર હુમલો

વિસાવદરના મોટાકોટડા ગામે ભાજપની જુથ બેઠકમાં મેંદરડા સ્વામિનારાયણ મંદિરના મહંત ભકિતપ્રસાદ સ્વામી ઉપસ્થિત રહ્યા હતાં. ત્યાંથી તેઓ કારમાં નવાણિયા ગામ તરફ ભાજપની ગ્રુપ બેઠકમાં જઇ રહ્યા હતાં ત્યારે શિતળાઇમાની ધાર પાસે તેની કારને ઓવરટેક કરીને એક કાર આગળ નિકળી હતી અને મહંતની કારને અટકાવી હતી. કારમાંથી ઉતેરેલા બે શખસે મહંતની કારના કાચ તોડી નાખીને હુમલો કર્યો હતો