લીલીયા બૃહદગીરના અંટાળીયા નજીક મોટી સંખ્યામાં શેડયુલ વનમાં આવતા કાળીયાર, સહીતનાં તૃણભક્ષી પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરી રહૃાા છે. તેને ગત વર્ષે અપૂરતા પડેલ વરસાદનાં કારણે ચરયાણમાં પૂરતા પ્રમાણમાં ઘાસ ઉગેલ નહી તેથી અત્યારથી ખોરાક અને પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બની રહૃાું છે. આ તકે જવાબદાર તંત્ર ર્ેારા શેડયુલ વનમાં આવતા કાળીયાર સહીતનાં તૃણભક્ષી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીનાં કૃત્રિમ પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે.
ભાવનગર રાજ્યના સમયમાં વેળાવદર ભાલ અને આસપાસના ઘાસના મેદાનોમાં ૮૦૦૦થી વધુ કાળિયાર મૃગ વિહરતા હતા પરંતુ દેશને આઝાદી પ્રાપ્ત થયા બાદ આ રૃપકડા પ્રાણીની સંખ્યામાં ઓચિંતા નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને ઈ.સ.૧૯૬૬માં માત્ર ૨૦૦ કૃષ્ણમૃગ રહી ગયા હતા. આથી આ વન્ય પ્રાણીના સંરક્ષણ માટે પ્રયાસો હાથ ધરાયા હતા અને ઈ.સ. ૧૯૬૯માં અભિયારણ્ય અને ૧૯૭૬ની સાલમાં રાષ્ટ્રીય ઉદ્યાન અસ્તિત્વમાં આવ્યા હતા.
હાલમાં ગિર પૂર્વની દલખાણિયા રેન્જમાં અજ્ઞાાત વાયરસના કારણે ગુજરાતની શાન એવા સાવજો એક પછી એક મોતને ભેટી રહ્યા છે અને સિંહના મૃત્યુનો સત્તાવાર આંકડો ત્રેવીસ પર પહોંચ્યો છે. દલખાણિયા રેન્જ અને જશાધાર રેન્જમાંથી ૩૩ ડાલામથ્થાને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવેલ છે. આમ, કેસરી પર વાઈરસના આ ઓછાયાથી પર્યાવરણપ્રેમીઓ ઘેરા શોકમાં છે. પરંતુ સ્વાતંત્ર્યોત્તર કાળમાં એક સમય હતો જ્યારે ભાવનગર જિલ્લાની આગવી ઓળખ સમાન કાળિયાર મૃગના અસ્તિત્વ પર પણ ખતરો મંડરાયો હતો.
ભાલ એટલે લલાટ. ઘાસના વિશાળ સપાટ મેદાનનો પ્રદેશ એટલે ભાવનગર જિલ્લાનો ભાલ પ્રદેશ. કાળિયાર મૃગ માટે સમગ્ર દેશમાં વિખ્યાત વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આ પ્રદેશમાં આવેલ છે. આઝાદી પૂર્વે આ વિસ્તાર ભાવનગર સ્ટેટની પરિસીમામાં હતો. એ જમાનામાં આ પંથકમાં ૮૦૦૦થી વધુ કાળિયાર મૃગનો વિહાર હતો. પરંતુ દેશને સ્વાધિનતા પ્રાપ્ત થયા બાદ આ પ્રદેશમાં કાળિયાર મૃગની વસતી એકાએક ઘટવા લાગી અને ઈ.સ. ૧૯૬૬માં તો કાળિયાર મૃગની સંખ્યા ઘટીને ૨૦૦ રહી ગઈ હતી. દેશને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું પછી સરકારે જે કેટલાક પાયાના ફેરફાર કર્યા તેમાં મોટા ભાગના ઘાંસના મેદાનોને ખેતીના ઉપયોગ માટે તબદીલ કરવાનું અને વાહન વ્યવહારના આશયથી નવા રસ્તા બાંધવાનું શરૃ થયું હતું. વધુમાં, સરકારે હથિયારના પરવાના આપવાનું શરૃ કર્યું. આ અને આવા કારણો કાળિયારની વસતીમાં તોતીંગ ઘટાડા માટે જવાબદાર હોવાનું તારણ નિકળ્યું હતું. આખરે સફાળી જાગેલી સરકારે કાળિયાર મૃગને બચાવવા માટે ભગીરથ પ્રયાસ આદર્યા. જેના ફલસ્વરૃપ ૧૯૬૯ની સાલમાં ૮.૯ ચો. કિ.મી.ના વિસ્તારનું અભિયારણ્ય બન્યું. એ પછી ક્રમશઃ તેનો વિસ્તાર વધારવામાં આવ્યો. જેમાં વર્ષ ૧૯૭૬માં તેનો વિસ્તાર વધારીને ૧૭.૮૮ ચો.કિ.મી. કરવામાં આવ્યો. એટલું જ નહીં, વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ અન્વયે તેને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યો. એ પછી ઈ.સ.૧૯૮૦માં વિસ્તાર વધીને ૩૪.૦૮ ચો.કિ.મી. થયો. હાલ ૩૪.૨૨ ચો.કિ.મી. વિસ્તારમાં ૩પ૦૦ જેટલા ટોળાબંધ કાળિયાર વિહાર કરી રહ્યા છે.
રૃપકડા કાળિયાર મૃગ વિશે જાણવું રસપ્રદ બની રહેશે. કાળિયાર પ્રજાતિના નરની ઊંચાઈ ૭૨થી ૮૫ સે.મી. હોય છે. વજન ૩૪થી ૪૫ કિ.ગ્રા. વચ્ચે અને માદાનું વજન ૩૧થી ૩૯ કિ.ગ્રા. જેટલું હોય છે. કાળિયાર મૃગ એક સરખી ઝડપે દોડવાની સાથે લાંબા, ઊંચા છટાદાર કૂદકા મારવા સમર્થ છે. કાળિયારની મહત્તમ ઝડપ ૮૦થી ૯૦ કિ.મી. પ્રતિ કલાક નોંધાઈ છે. પ્રકૃતિ વિશેષજ્ઞા રણજિતસિંહજીની નોંધ પ્રમાણે કાળિયારનો કૂદકો ઈ.સ.૧૯૮૯માં ૪ મીટર ઊંચો નોંધાયો છે.