અટલ ઈનોવેશન મિશન હેઠળ ઈન્કરીંગ લેબોરેટરીની સ્થાપના મોરબી જિલ્લામાં હળવદમાં આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં કરવામાં આવી છે. કેમેસ્ટ્રી, ફિઝિકસ બાયોલોજી અને ખગોળશાના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ પોતાની બુધ્ધી, શકિત અને તર્ક શકિતનો ઉપયોગ કરીને સંશોધનો કરી શકશે. રૂ.20 લાખના ખર્ચે પ્રયોગ શાળા બનશે. હવાના દબાણના પ્રયોગો, વિવિધ કેમિકલના પ્રયોગો, બળ અને ગતિના પ્રયોગો તેમજ ખગોળશાસ્ત્રને લગતા વિવિધ મોડલનું નિર્માણ કરવામ આવ્યું છે. પ્રથમ વર્ષે 10 લાખની ગ્રાન્ટ નીતિ આયોગ દ્વારા અપાશે અને ત્યાર બાદ દર વર્ષે 2 લાખ રૂપિયા 5 વર્ષ સુધી મેન્ટેનસ પેટે ગ્રાન્ટ આપવામાં આવશે.