હળવદમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 90 ઘેટાં-બકરાં તણાયાં

હળવદ,તા:૦૧

ભારે વરસાદના પગલે હાલમાં મોરબીની લગભગ તમામ નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે, જેના પગલે નદીકાંઠો અને નદીનો પટ લોકો માટે ભારે જોખમી સાબિત થઈ રહ્યો છે. આ દરમિયાન હળવદના કડિયાણા ગામે 90 ઘેટાં-બકરાં તણાઈ ગયાં હતાં, જે પૈકી  69નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 21 તણાઈ ગયાં હતાં.
ઉલ્લેખનીય છે કે એકસાથે 12 ઈંચ જેટલો વરસાદ વરસતાં 90 ઘેટાં-બકરાંનાં ધસમસતા પાણીનો શિકાર બની ગયા છે, જેના પગલે કડિયાણામાં પશુપાલન કરતાં લોકો ચિંતામાં  મુકાયા છે.

ઘટનાના પગલે ઘટનાસ્થળની ધારાસભ્ય, મામલતદાર, ટીડીઓ તેમજ પશુવિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. પશુપાલકના જણાવ્યા મુજબ ઘેટાં-બકરાં તણાઈ જતાં તેને અંદાજિત 8 લાખનું નુકસાન  થયું છે. હાલમાં પશુ વિભાગ દ્વારા સરવૅ હાથ ધરવામાં આવ્યો છે.