અમરેલી,તા.23 હવામાન વિભાગની આગાહીનાં પગલે જાફરાબાદ બંદરની 700 જેટલી બોટો દરિયા માંથી કિનારે પરત ફરી છે .અરબી સમુદ્રમાં લો-પ્રેશરથી દરિયો તોફાની બને તેવી આગાહ કરાઈ છે જેથી સાવચેતીના પગલે જાફરાબાદની તમામ 700 જેટલી બોટોને પરત બોલાવી લેવાઈ છે દરિયામાં ભારે કરંટ અને પવનના કારણે માછીમારો સ્વયમ કિનારે બોટો લઈ પરત ફર્યા હતા.દરિયામાં હળવુ દબાણ સર્જાવાને કારણે અનેક જોરદાર પવન ફુંકાઇ રહ્યો છે. આ ઉપરાંત દરિયામાં પણ જોરદાર મોજા ઉછળી રહ્યાં હોવાનું માછીમારોએ જણાવ્યું હતું. હવામાન વિભાગે આગામી 27 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જોકે હવે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા વાવાઝોડું હવે ફંટાઇ ગયું હોવાની માહિતી હવામાન વિભાગે આપી હતી. જેને કારણે હવે વાવાઝોડાનું સંકટ ટળ્યું છે.જોકે હજુ વરસાદની આગાહી યથાવત છે.