હવામાં ઉડતા આશાબેનનો ઊંઝા ભાજપમાં ભારે વિરોધ

ઊંઝા વિધાનસભા બેઠક પરથી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં પક્ષાંતર કરી ગયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશા પટેલ સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.  કોંગ્રેસમાં તેમને મત આપીને જીતાડનાર પ્રજા હવે તેમના વિરૃદ્ધ થઈ ગઈ છે અને તેમના વિરૃદ્ધમાં ગ્રામ્ય વિસ્તારોમાં બેનરો લાગ્યા છે.

ભાજપ તેમને વિધાનસભા કે લોકસભાની ટિકિટ આપે તે પહેલાં પ્રજા ખુલીને સામે આવી છે. હોંશે હોંશે આશાબેનને મત આપી જીતાડનાર પાટીદારોના ગઢ કહેવાતા એવા જાસ્કા, ઉપેરા, સૂંઢીયા સહિતના 28 પાટીદાર ગામડાંઓમાં  આશાબેનના વિરોધમાં બેનરો લાગી રહ્યા છે. જેમાં લખાઈ રહ્યું છે કે આશાબેન હવે છેતરવા માટે ન આવતાંં તથા આશાબેનને મત માંગવા આવવાની મનાઈ, હોવાના લખાણ લખાઈ રહ્યા છે. મતદારો હવે પક્ષપલટું નેતાઓને એટલી સહજતાથી સ્વીકારતા નથી અને જાહેરમાં ખુલીને વિરોધ કરી રહ્યા છે.

કેશુ પટેલ આશા પટેલને ભાજપમાં લાવ્યા હતા, તે કેશું પટેલે ભાજપમાંથી ઊંઝાની પેટા ચૂંટાણીની ટીકીટ માંગી છે. કેશુ પટેલ વિવેકાનંદ વિચારમંચના પ્રમુખ છે અને ભાજપકેશુ પટેલ અને શિવમ રાવલે વિરોધ વચ્ચે આશા પટેલને ભાજપમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શિવમ રાવલના બાલાજી ફાર્મ હાઉસ ખાતે એક બેઠક યોજવામાં એન તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આશા પટેલ ભાજપમાં જોડાશે. ભાજપના કાર્યકર્તાઓના વિરોધ વચ્ચે કેશુ પટેલના સહયોગથી આશા પટેલ ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ આશા પટેલના દરેક કાર્યક્રમમાં કેશું પટેલ હાજર રહેતા હતા ત્યારે હવે ઊંઝાની પેટા ચૂંટણીમા આશા પટેલને ટીકીટ આપવાની વાત થઇ રહી છે, ત્યારે આશા પટેલને ભાજપમાં લાવનારા કેશુ પટેલે જ આશા પટેલ સામે પ્રબળ દાવેદારી નોંધાવી છે.
ભાજપમાં જોડાયા બાદ આશા પટેલની મુશ્કેલીમાં વધારો થાય છે, એક તરફ કેશું પટેલે પણ વિધાનસભાની ટીકીટ માંગી છે, ત્યારે હવે ભાજપના કાર્યકર્તાઓએ પણ આશા પટેલને ટીકીટ ન મળે તેવા પ્રયત્નો શરૂ કરી દીધા છે. ભાજપમાં કાર્યકર્તાઓની માગ છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશા પટેલને ટીકીટ ન મળવી જોઈ ઊંઝાના સ્થાનિક ભાજપના આગેવાનોમાંથી કોઈને પણ ટીકીટ આપવામાં આવે. આ બાબતે આગામી 27 માર્ચના રોજ ભાજપના કાર્યકર્તાઓએ એક બેઠકનું આયોજન કર્યું છે.ના જ નેતા નારણ પટેલના વિરોધી છે. જેના કારણે કેશુ પટેલ આશા પટેલના વધારે નજીક છે તેમ કહી શકાય.

ઊંઝામાં આશા પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરાવનારા ભાજપના મહામંત્રી કે. સી. પટેલ સામે બળવો થયો છે. મહેસાણા જિલ્લા શક્તિ કેન્દ્રમાં ભાજપના કાર્યકરોએ કે. સી. પટેલ હાયહાયના નારા લગાવી બેઠકમાં કેસરીઓ ખેસ છોડીને બહાર નિકળી જવા લાગ્યા હતા. કે. સી. પટેલના વેવાઈ દિનેશ પટેલને ઊંઝામાં મહત્વ આપવામાં આવી રહ્યું હોવાથી અને ઊંઝા ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં તેમને અધ્યક્ષ બનાવવા માટે કાવતરા કર્યા હોવાનું બહાર આવતા અને આશા પટેલને ભાજપમાં લાવતાં મહેસાણા અને ઊંઝાના કાર્યકરો કે. સી. પટેલનો જાહેરમાં વિરોધ કર્યો હતો. વેવાઈ વાદ બંધ કરો, થેલા મૂકીને ચાલો, ખેસ મૂકીને બહાર આવો કહીને ઘણાં કાર્યકરો બહાર આવી ગયા હતા.
15 ફેબ્રુઆરી 2019ના રોજ ઊંઝા બજાર સમિતિની ચૂંટણી આવી રહી હોવાથી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ખેડૂત, વેપારી અને ખરીદ-વેચાણ સંઘ એમ ત્રણેય વિભાગના મતદાર યાદીમાં સરકારે મોટા પ્રમાણમાં ગોલમાલ કરી છે. કારણ કે આશા પટેલ અને દિનેશ પટેલના જીતાડવા માટે ભાજપ સરકારે 39 જૂની મંડળીઓમાંથી 21 મંડળીઓ કે જેના પર ભાજપના કાર્યકરોનું પ્રભુત્વ હતું તે રદ કરી દેઈને મતદાનથી બાકાત રાખી દેવામાં આવી છે. તેમ કરવાથી નારણ પટેલ અને ગૌરાંગ પટેલને હરાવી શકાય અને આશા પટેલ – દિનેશ પટેલને જીતાડી શકાય.
વેપારી વિભાગના 2160 મતદારો છે જેમાંથી 529 મતદારો રદ કરી દેવામાં આવ્યા છે. ખરીદ-વેચાણ સંઘના 38 મતદારો ધરાવતી 3 મંડળીઓ કે જેમાં એક તો 100 વર્ષ જૂની છે. તે રદ કરી દઈને મતદાનથી બહાર કરી દેવામાં આવી કારણ કે આ મંડળીઓના સભ્યોમાં ગૌરાંગ પટેલ અને નારણ પટેલ સભ્ય છે. હવે તેઓ જ સભ્ય પદેથી રદ થઈ જતાં ચૂંટણી લડી ન શકે તેવી સગવડ ભાજપ સરકારે આશા પટેલને કરી આપી છે. હવે ભાજપના નેતાઓ નારણ પટેલ અને ગૌરાંગ પટેલ ઊંઝાના એપીએમસીના અધ્યક્ષ નહીં હોય. આમ આશા પટેલના પ્રિય એવા કોંગ્રેસના નેતા દિનેશ પટેલ અધ્યક્ષ બનશે.
રદ કરેલી 21 મંડળીઓમાંથી 16 મંડળીઓ ભાજપના કાર્યકરની હતી. તેથી હવે ઊંઝા એપીએમસી પર ભાજપના કાર્યકરોનો કોઈ પ્રભુત્વ રહ્યું નથી. તેથી તે લોકોએ વિરોધ કર્યો હતો. આશાબેનની 6 મંડળીઓ હતી. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સૂચનાથી સરકારે જે. કે. પટેલ નાયબ સચિવની સહીથી એક ગેજેટ બહાર પાડેલું હતું. જેમાં 27 – 11 – 2018ના રોજ આ મંડળીઓ નોંધવાની જિલ્લા પંચાયત પાસેથી પરત ખેંચી લેવામા આવી હતી તેનું કાયદાકીય ઉલંઘન કરીને સરકારે અને 18 – 12 – 18ના રોજ 6 મંડળીઓની નોંધણી બારોબાર કાયદા વિરૃદ્ધ કરી હતી. જિલ્લા પંચાયત સમિતિએ કહ્યું હતું કે આ રીતે સહકારી મંડળીની નોંધણી રદ ન થઈ શકે. તેમ છતાં આશા પટેલને માટે કરવામાં આવ્યું છે. અધિકારીઓએ તેનો સુવોમોટો કર્યો હતો. ડીડીઓઓએ અને બીજા અધિકારઓએ આ મડળીઓ પર સ્ટે આપ્યો. પ્રથમ યાદી પ્રસિદ્ધ થવાની હતી 28મીએ સચિવ જે. કે. પટેલે સ્ટે ઉઠાવી લીધો. એટલે આ મંડળીઓની નોંધણી ગેરકાયદે કરી દીધી. સરકારી અધિકારીએ સત્તાનો ગેરઉપયોગ કર્યો હતો. આશા પટેલની ગેરકાદયે મંડળીઓ હતી તે મતદાર યાદીમાં રાખી છે અને વર્ષોથી ચાલતી 21 મંડળીઓ રદ કરી દેવામાં આવી છે.
યાદી બનાવવાનું કામ મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી કરતાં હોય છે. તેના બદલા મહેસાણા સહકાર વિભાગની તમામ ફાઈલો સાથે દફતર ગાંધીનગર લઈ જવામાં આવ્યું હતું. સહકાર સચિવ મહંમદ સાજીદની કચેરીમાં આ વધી ફાઈલો લઈ જવામાં આવી હતી. સાજીદની કચેરીમાં નક્કી થયું કે કઈ રીતે આશા પટેલ અને વેવાઈ દિનેશ પટેલને જીતાડવા. જેના આધારે કઈ મંડળીઓ રદ કરવાથી આશા પટેલ અને દિનેશ પટેલ જીતે તે નક્કી કરવામાં આવ્યું અને મતદાર યાદી અહીં તૈયાર કરવામાં આવી હતી.
ભાજપની મંડળીઓ રદ કરવાની જાણ તે મંડળીઓને થતાં નવી મતદાર યાદી બને તે પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ઊંઝાની 15 સહકારી મંડળીઓના ભાજપના 25 નેતાઓ અને કાર્યકરો મળવા ગયા હતા અને જાણ કરી હતી કે તેમની મંડળીઓ રદ કરવામાં આવશે. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમને ખાતરી આપી હતી કે આ રીતે વર્ષો જુની મંડળીઓ રદ નહીં થાય. આ ખાતરી મળતાં ભાજપના કાર્યકરો ઊંઝા જતાં રહ્યાં હતા. તેના ચાર દિવસમાં તમામ મંડળીઓ રદ કરી દેવામાં આવી. હવે આ કાર્યકરો કહે છે કે, જો મુખ્ય પ્રદાન રૂપાણી પોતે દગો કરતાં હોય અને વચન ભંગ કરતાં હોય તો અમારે શું કરવું. તેથી અમે ભાજપની બેઠકમાં વિરોધ કર્યો અને કે. સી. પટેલ સામે સૂત્રોચ્ચારો કરવા પડ્યા હતા. કારણ કે કે સી પટેલ પોતે આ બધું પોતાના વેવાઈ દિનેશ પટેલ કે જે કોંગ્રેસમાં છે તેના માટે કરી રહ્યાં છે. તેઓ દિનેશ પટેલને ઊંઝા એપીએમસીના ચેરમેન બનાવવા માંગે છે.
જે મંડળીઓ રદ કરવામાં આવી અને સભ્યો દૂર કરાયા તે અંગે સ્પીકંગ ઓર્ડર તૈયાર કરવો પડતો હોય છે. જે સહકાર વિભાગ પાસે ઓર્ડર તૈયાર થયો ન હતો. 16 ફેબ્રુઆરી 2019માં સ્પીકીંગ ઓર્ડર લેવા માટે મંડળીઓના સભ્યો ગયા ત્યારે અધિકારીઓએ કહ્યું હતું કે ઓર્ડર હવે તૈયાર કરશે. આમ ઓર્ડર તૈયાર કરવાના કારણો હવે તૈયાર થશે. તે પહેલાં તો મંડળીઓ રદ કરી દેવામાં આવી હતી.
હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ ત્યારે સરકાર પાસે જવાબ ન હતો. બેલા ત્રિવેદી પાસે કેસ હતો. એટર્ની જનરલને ઊભા કર્યા અને કાયદાકીય રીતે ગેઝેટ ભૂલભરેલું છે. કાયદા વિભાગ પાસેથી ગેઝેટ મંગાવ્યું. આશાની મંડલીઓ લેવમાં આવી હતી. આ પ્રક્રિયામાં જે અધિકારીઓ સંડોવાયેલા છે એમાં મહેસાણા જિલ્લા રજીસ્ટાર કેસર દેસાઈ, મહેસાણા ડીડીઓ મનોજ દક્ષિણી, જે કે પટેલ છે.
ઊંઝા બજારની ચૂંટણી માટે 27 નવેમ્બર 2018ના રોજ નોટિફિકેશન બહાર પડ્યું હતું. તે પહેલાં આશા પટેલ અને દિનેશ પટેલે 21 મતની એક એવી 6 મંડળી ગેરકાયદે બનાવી દીધી છે. 27 ફેબ્રુઆરી 2019માં ઊંઝા એપીએમસી માટે ફોર્મ ભરવાની તારીખ છે. 39 મંડળીમાંથી 13 મંડળીઓ હાલના ચેરમેન ગૌરાગ પટેલની સાથે હતી. હવે તેની સાથે કોઈ રહી નહીં. તેઓ પોતે જ હવે ચૂંટણી લડી નહીં શકે. આ અંગે હાઈકોર્ટમાં પણ પીટીશન કરવામાં આવી હતી. વિસનગર ખાતે વિરોધ કરીને ભાજપના કાર્યકરો ગાંધીનગર ગયા છે. તેઓએ અલ્ટીમેટમ આપ્યું છે કે, જો 24 તારીખ સુધી નિર્ણય નહીં લેવાય તો 5,000 લોકોનું સંમેલન કરવામાં આવશે. તેમની માંગણી છે કે, કૌભાંડો થયા હોવાથી ઊંઝા એપીએમસીની ચૂંટણીનું ફરીથી જાહેરનામું બહાર પાડવામાં આવે. જો તેમ નહીં થાય તો ઊંઝામાં મહા સંમેલન થશે.
દિનેશ પટેલ અને તેમનું કુટુંબ કોંગ્રેસના છે. તેના પિતા પણ વર્ષોથી કોંગ્રેસમાં છે. દિનેશ પટેલ ભાજપના સભ્ય નથી. તેની લાયકાત એ છે કે, તે ભાજપના મહામંત્રી કે. સી. પટેલના વેવાઈ છે. દિનેશ પટેલ ઉપેરા ગામના વતની છે. અને ઊંઝામાં રહે છે. તેઓ બિલ્ડર છે. તેમને સરકારી કોંટ્રેક્ટ પણ ભાજપના નેતા અપાવે છે.
વિસનગર ખાતે એસ કે યુનિવર્સિટી ખાતે ભાજપના શક્તિ કેન્દ્રની બેઠક 16 ફેબ્રુઆરી 2019માં રાખવામાં આવી હતી. જેમાં ભાજપના અપેક્ષીતો અને જિલ્લાના હોદ્દાદારો હતા. કે સી પટેલ સાથે ભાજપ જિલ્લા પ્રમુખ હતા. અડધી બેઠક થઈ ત્યાં ભાજપના કાર્યકરો ઊભા થઈ ગયા હતા અને આશા પટેલ સામે સૂત્રોચચાર કરીને હોબાળો કર્યો હતો. પછી બેઠક અધુરી છોડીને જમ્યા વગર કે સી પટેલે ત્યાંથી નિકળી જવું પડ્યું હતું. પછી આ કાર્યકરો ગાંધીનગર ખાતે રજૂઆતો કરવા અને મંત્રણા કરવા માટે ગયા હતા. બેઠકમાં મહેસાણા શહેર ભાજપ, મહેસાણા તાલુકા ભાજપ, કડી તાલુકા ભાજપ, વિજાપુર તાલુકા ભાજપ, વિસનગર તાલુકા ભાજપ, ખેરાલુ તાલુકા ભાજપ અને વડનર તાલુકા ભાજપના કાર્યકરોએ ટેકો આપ્યો હતો. આશા પટેલ આજ સવારથી જ દિનેશ પટેલના ઘરેથી બહાર જતાં રહ્યાં હતા. આશા પટેલે અગાઉ જાહેર કર્યું હતું કે તે ઝાંસીના રાણી છે.
ભાજપના મહામંત્રી કે. સી. પટેલ સાથે વિવાદો કાયમ જોડાયેલા છે. મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકને ભાજપે સત્તાનો ગેરઉપયોગ કરીને નટુ પિતાંબર પાસેથી બેંકનો વહીવટ આંચકી લીધો હતો. ત્યારે તેમાં ડખલગીરી કરીને બેંકનો વહિવટ ખાડામાં નાંખી આપ્યો છે. ભાજપના જ્યાં દશરથ જેઠા ચેરમેન બન્યા જેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરાવ્યા. હવે 4 વર્ષથી વહીવટદાર છે અને ચૂંટણી નથી. કે સી પટેલે ભાજપનું નવું બોર્ડ બેસવા ન દીધું. કે. સી. પટેલને ઉત્તર ગુજરાતમાં કોઈ પસંદ કરતું નથી.
કે સી પટેલે જમીન કૌભાંડ આચર્યું હતું. પાટણ શહેરમાં ભાજપનું શાસન હતું ત્યારે 2010માં ભાજપના મહામંત્રી કે. સી. પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને તેમની કાગળ પરની સંસ્થા માનો પરિવારને 800 વાર જમીન આપી હતી. નગરપાલિકાની સિદ્ધપુર હાઈવે પર પાંચ કુવા પાસેની એમ એન હાઈસ્કુલ પાસે 75 વીઘા જમીન આપેલી છે. તેમાંથી ભાજપના આ નેતાના ટ્રસ્ટને જમીન આપી હતી. પાટણ નગરપાલિકાનું મળેલું બોર્ડ તે અંગે ઠરાવ પસાર કર્યો હતો કે જમીન જે શરતોએ આપવામાં આવી હતી તે શરત પૂરી કરી નથી. ભાજપના નેતા કે સી પટેલે આચરેલી ગેરરીતિ ખૂલ્લી પાડીને જમીન પરત લઈ લેવા બોર્ડમાં ઠરાવ કરાયો હતો.
કોંગ્રેસના મંત્રી અને પાસ પૂર્વ કન્વીનર નરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો છહતો કે, આશાબેને 20 કરોડ રૂપિયા લઈને ભાજપ સાથે સેટિંગ કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો. આશાબેને જનમતનું અપમાન કર્યું છે અને એમના આવા કૃત્યોથી પાટીદારો પર કોઈ વિશ્વાસ નહીં કરે. અમે આશાબેનના આ જનવીરોધી પગલાંનો વિરોધ કરીએ છીએ. નરેન્દ્ર પટેલ પહેલા પણ વરુણ પટેલ અને રેશમાં પટેલના ભાજપમાં જોડાઈ જવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેમની પર પણ આક્ષેપ કર્યો હતો કે વરુણ પટેલ અને રેશમાં પટેલ પૈસા લઈ ભાજપ સાથે જોડાઈ ગયા છે. પાટણના કોંગ્રેસ ના પાટીદાર ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે મને પણ ભાજપ દ્વારા ધમકાવવામાં આવ્યો છે અને રાજીનામું આપી દેવા લાલચ પણ આપવાના પ્રયત્નો ભાજપ તરફથી કરવામાં આવ્યા છે.
ભૂજ તાલુકાના ધાણેટી ખાતે 27 સપ્ટેમ્બર 2018ના રોજ કે. સી. પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસ એક જ પરિવારનો પક્ષ છે. હવે તેઓ જ પોતાના વેવાઈને મદદ કરીને પરિવાર વાદ ઊભો કરી રહ્યા છે. આશાબહેન સાથે તાલુકા પંચાયતના 10 સભ્યો સહિત 1100 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા જે કોંગ્રેસના જ છે. આશા પટેલના નજીકના રાજકીય નેતા દિનેશ પટેલને ઊંઝા APMCના અધ્યક્ષ બનાવવા માટે ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ ખાતરી આપી પછી દિનેશ પટેલે આ ખેલ પાડવા આશા પટેલને ભાજપ જોડાવા નક્કી કર્યું. આખું ઓપરેશન સિંગાપુરમાં નક્કી થયું હતું. ભાજપના મહામંત્રી કે સી પટેલ આશા પટેલને ભાજપમાં પક્ષાંતર કરાવવા માટે છેલ્લા એક મહિનાથી ઊંઝાના દિનેશ પટેલ અને આશા પટેલ સાથે વાત કરી રહ્યા હતા.
આશા પટેલ ભાજપમાં પક્ષાંતર કરી રહ્યા છે એવી વાત જાણતા ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ લલ્લુ પટેલ દિલ્હી જઈને PM નરેન્દ્ર મોદીને તેમના બંગલે મળીને રજૂઆત કરી હતી. ડૉ.આશાની કેટલીક તસવીરો આપી હતી. કેટલાક પુરાવા આપ્યા હતા. પછી નારણ પટેલને ભાજપને જીતાડી દેવા માટે કામે લાગી જવા માટે પીએમ હાઉસથી કહી દેવામાં આવ્યું હતું. અમિત શાહ ઉત્તર ગુજરાતમાં પટેલ મતો લેવા માટે અલ્પેશ ઠાકોરને લેવા માંગતા ન હતા. તેથી આશા પટેલનું ઓપરેશન પાર પાડવા માટે કે સી પટેલને જવાબદારી સોંપી હતી.
અમિત શાહની ગણતરી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં જ્યાં ઠાકોર હોય ત્યાં પટેલ મતદારો માધવસિંહના સમયથી નથી રહેતા. તેથી કાંતો ઠાકોર મત પસંદ કરવાના હતા કાંતો પટેલ મત પસંદ કરવાના હતા. જેમાં કે સી પટેલની સલાહથી પટેલ મત પસંદ કરાયા હતા. કારણ કે ઠાકોર મત પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ ભરત સોલંકી અને હાલના કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના સમયથી કોંગ્રેસ સાથે જ રહેતા આવ્યા છે. તેથી ઠાકોર મત ક્યારેય ભાજપને મળ્યા નથી. તેથી ઊંઝા એપીએમસી દિનેશ પટેલને મળે અને ધારાસભ્ય પદ આશા પટેલને મળે તે માટે અમિત શાહે નક્કી કર્યું હતું. તેમની ગણતરી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું વધેલું મહત્ત્વ ઘટાડવા માટે હતી. પણ હવે ભાજપના જ કાર્યકરો અમિત શાહની નીતિનો વિરોધ કરી રહ્યા છે.
ઊંઝાના 84 પાટીદાર સમાજના 125 ગામો ઉપરાંત મહેસાણા, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરામાં 84 સમાજને ભાજપે પોતાની સાથે કરી લીધો છે. તેથી ભાજપ લોકસભા અને આગામી વિધાનસભા કે જિલ્લા પંચાયત અને નગરપાલિકા જીતે તેમ ન હતો તે હવે જીત પાક્કી કરી લેવામાં આવી છે. 84 પાટીદાર સમાજના લોકો અતિ ધનાઢ્ય છે. જે આર્થિક તાકાત હવે ભાજપ માટે કામ આવશે. 84 સમાજમાંથી ભાજપના પૂર્વ પ્રધાન અનિલ પટેલ, અરવિંદ પટેલ, પૂર્વ પ્રધાન નરોત્તમ પટેલ, પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન રજની પટેલ, વિક્રમ પટેલ, જયશ્રી પટેલ આવે છે. જે સમાજ ઉત્તર ગુજરાતમાં સત્તાના સમીકરણ બદલી નાંખશે. જે ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.
આશા પટેલ ભલે ભાજપમાં ગયા હોય પણ તેમણે રાજકીય આત્મહત્યા કરી છે. કારણ કે જે સમાજે તેમને ચૂંટીને મોકલેલા છે એ સમાજ કે આર્થિક રીતે મજૂત છે એવા નેતાઓને તેમણે પૂછ્યું નથી. આ નેતાઓએ ડૉ.આશા પટેલને લાખો રૂપિયાનું ચૂંટણી ફંડ આપ્યું હતું. કોઈને કહ્યા વગર કે વિસ્વાસમાં લીધા વગર તેમણે રાજીનામું આપીને કોંગ્રેસ સાથે દગાખોરી કરી છે અને ભાજપની સાથે સુંવાળા સંબંધો ઊભા કર્યા છે તે હવે પછીની ચૂંટણી જીતવી આશાબેન પટેલ માટે સરળ નથી. હવે આશા પટેલ અને કે, સી. પટેલ સામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિરોધ શરૂં થયો છે. જે તેમના માટે રાજકીય આત્મ હત્યા ગણાવવામાં આવી રહી છે.
આ રાજકીય દાવ ભાજપ માટે એક મોટી ઉપલબ્ધી છે. હવે નીતિન પટેલ ભાજપમાં નહીં હોય તો પણ ચાલશે. ઊંઝા એ PM નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરનો વિધાનસભા વિસ્તાર છે. જે રીતે ભાજપ પ્રમુખ અમિત શાહે પોતાના વતન માણસામાં ભાજપના ધારાસભ્ય જીતાડી શક્યા ન હતા તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરના વિધાનસભા મત વિસ્તાર ઊંઝામાં પણ ભાજપના ઉમેદવાર નારણ લલ્લુ પટેલ હારી ગયા હતા. વડાપ્રધાન પોતે પોતાના મતવિસ્તારની બેઠક હારી જાય તે કોઈ રીતે તેઓ સહન કરી ન શકે. તેથી આશા પટેલને અને કોંગ્રેસના એક કાંકરાથી ખતમ કરી દીધા છે. (દિલીપ પટેલ)