હવે નવો રૂ. 3000 કરોડનો સફાઈ વેરો શહેરી પ્રજા પર આવી રહ્યો છે

આમ આદમી પક્ષની સફળ સફાઈ ઝુંબેશ તેમની પાસેથી છીનવી લઈને ભાજપે ગુજરાતના ગામની ગલીઓ અને શહેરના રાજમાર્ગો પર સફાઈ કરવાનો દેખાવ કરીને ફોટોગ્રાફસ પડાવીને ટીવીમાં પ્રસિદ્ધિ મેળવીને સફાઈ ઝુંબેશ સફળ રહી હોવાનું માની લઈને હવે 1લી ઓકટોબરથી અમદાવાદમાં યુઝર ચાર્જનાં નામે સફાઇ વેરો વસુલવાનું ભાજપે નક્કી કર્યુ છે. જો અમદાવાદમાં વિના વિરોધ તેનો અમલ સફળ થાય તો સમગ્ર ગુજરાતના મહાનગરો 25 જિલ્લા મથકના શહેરો અને 200 જેટલા નાના શહેરોમાં વેરો આવશે.
શહેરોને સ્વચ્છ રાખવા માટે ઘરે ઘરેથી કચરો એકત્ર કરવા માટે કરોડો રૂપિયાનાં કોન્ટ્રાક્ટ આપી રાજકીય પક્ષો કટકી કરે છે. હજારો સફાઇ કામદારોની ફોજ છતાં સફાઇનાં નામે લોકોને પ્રત્યે બેદરકારી દાખવી સ્વચ્છ ભારત મિશનમાં ગુજરાત ક્યાંય નથી છતાં પ્રજા પર કરોડોનો નવો વેરો ભાજપના નેતાઓ લાવીને લૂંટ ચલાવી રહ્યા છે.
ભાજપની  ભારત સરકારનાં મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ રૂલ્સ-2016 મુજબ શહેરનાં તમામ રહેણાંક અને બિનરહેણાંક એકમો પાસેથી યુઝર ચાર્જ વસુલ કરવાની જોગવાઇનાં નામે મ્યુનિ. સત્તાધીશોએ શહેરીજનો ઉપર વધુ બોજ લાદવાની દરખાસ્ત ખડી સમિતિ સમક્ષ રજૂ કરી છે.
કેન્દ્રની ભાજપ સરકારે સ્વચ્છ ભારત સર્વેક્ષણ અંતર્ગત શહેરોને રેન્ક આપવાનુ શરૂ કર્યુ છે, ત્યાર બાદ નવો વેરો અમદાવાદથી શરૂ થઈ રહ્યો છે. 33 વર્ષથી ભાજપ અમદાવાદને સ્વચ્છ અપદાવાદ ધૂળ મુક્ત શહેર બનાવવાના સ્વપ્નો બતાવીને અબજો રૂપિયાનો વહીવટ કર્યો હોવા છતાં અમદાવાદ આજે પણ ધુળીયુ શહેર છે.
 તમામ રહેણાક અને બિન રહેણાંક એકમો પાસેથી વાર્ષિક ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ રહેણાંક એકમો પાસેથી દૈનિક એક રૂપિયા લેખે વર્ષે 365 રૂપિયા અને બિનરહેણાંક એકમો પાસેથી દૈનિક બે રૂપિયા લેખે 730 રૂપિયા યુઝર ચાર્જ વસુલ કરવામાં આવશે. આ યુઝર ચાર્જમાં ભવિષ્યમાં કોઇ વધારો કરવો હોય તો જે તે શાસક પક્ષની મંજૂરી વગર કમિશનર બારોબાર વધારો ઝીંકી શકે તેવી જોગવાઇ દરખાસ્તમાં મુકવામાં આવી છે.
રાજયમાં 233 શહેરો નહીં જાગે તો રોજનો રૂ. 6 કરોડનો સફાઈ વેરો લેવામાં આવશે. જે સમગ્ર રાજ્યમાં રુ. 3000 કરોડનો વેરો થશે. પેટ્રોલ પર જે વેરો છે તેની આવક સરકારને થાય છે એટલી આવક આ વેરામાંથી સ્થાનિક શહેરોને થશે. 80% શહેરી પ્રજા પર ભાજપના મેયર અને પ્રમુખ રાજ કરે છે.