હવે પાણી માટે આત્મહત્યા કરવાની માંગ કરતાં ખેડૂતો

ગયા બે વર્ષમાં અનેક લોકોએ જમીનના પ્રશ્ને આત્મહત્યા કરી લીધી હતી. પછી વરસાદ અને સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. હડારો લોકોએ કલ્કેરટ પાસેથી મંજૂરી માંગી હતી કે તેમને આત્મહત્યા કરવાની મંજૂરી આપવામા આવે હવે ખેડૂતો સિંચાઈ અને પીવાના પાણી માટે આત્મહત્યા કરવાની જાહેરાત કરી રહ્યાં છે.

ગુજરાતમાં કેટલાક ખેડૂતોએ પાક નિષ્ફળ જવાથી દેવાદાર બની જતાં આત્મહત્યા કરી લીધી છે. બીજા 50 ખેડૂતોએ પંચમહાલમાં પાણી નહીં મળે તો સામૂહિક આત્મહત્યા કરવાની જાહેરત કરીને ડાંગરના પાક માટે પાણી આપવા સરકારને કહ્યું છે.   50 કરતા વધારે ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

પાણી મળશે તેવી આશાએ ડાંગરના પાકની વાવણી કરી હતી. સિંચાઈ માટે પાણી ન મળ્યું હતું. તેથી 50 ખેડૂતોએ ગુણેલી સિંચાઈ તળાવનું પાણી 100 એકર ડાંગરના ખેતરમાં સિંચાઈ માટે પાણી છોડવા માટે અધિકારીઓને રજૂઆત કરી હતી.

ડાંગરની ખેતી કરવા માટે મોટાભાગના ખેડૂતોએ બેંકમાંથી લોન લીધી છે. તે પાણી ન મળતા ભરી શકાય તેમ નથી.  ડાંગરનો પાક નિષ્ફળ જતાં રૂ.20 લાખ કરતા વધારે નુકસાન થશે. જો પાણીના કારણે પાક નિષ્ફળ જશે તો ખડૂતોએ આત્મવિલોપન કરવું પડશે. એવી ચીમકી ઉચ્ચારી છે.

ધોરાજીની ડાઈંગ મિલો પ્રદષિત પાણી ભાદર-2 ડેમમાં છોડી રહ્યાં છે. કેમિકલ વાળા પાણીના કારણે કેટલાક ગામડાના લોકોનો કૃષિ પાક નિષ્ફળ ગયો છે. લોકોને ચામડી જન્ય રોગો થયા છે. નદી દ્વારા બંધના પાણીમાં ઝેરી કેમિકલ ઠાલવતી મિલો સામે કાર્યવાહી ન થતાં ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આત્મવિલોપન કરવાની જાહેરાત કરી હતી. પણ તેઓ આત્મહત્યા કરી શક્યા ન હતા. હવે તેઓ નર્મદાનું પાણી આપવા માટે માગ કરી રહ્યા છે.

ભાદર-2 ડેમનું માણાવદર, કુતિયાણા અને ધોરાજી તાલુકાના 60થી વધારે ગામોને પીવા માટે પાણી આપવામાં આવે છે. આ પાણીમાં જેતપુરના ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી છે. સરકારમાં અનેક વખત રજૂઆતો કર્યા છતા પણ આજ પાણી પીવા માટે આપવામાં આવે છે. લેબોરેટરીનો રીપોર્ટ છે કે, આ પાણી પીવાલાયક નથી, પણ ગુનાહીત બેદરકારી દાખવીને આ પાણી આપવામાં આવે છે.

24 કલાકમાં ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનું પાણી આપવામાં નહીં આવે તો આગામી રવિવારથી ડેપ્યુટી કલેક્ટરની ઓફિસ સામે તેઓ આમરણાંત ઉપવાસ આંદોલન કરશે. અગાઉ તેઓ ખેતી નિયામકની કચેરીમાં રાતભર રોકાઈને આંદોલન કર્યું હતું.