હવે રામ મંદિર નિર્માણ કરીશું – અમિત શાહ

અમદાવાદ, 12 જાન્યુઆરી 2020

નારણપુરા મતવિસ્તારમાં કાર્યકર્તા સ્નેહ સંમેલનને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગૃહ પ્રધાન  અમિત શાહે ઇ.સ. ૧૯૭૮ થી ઇ.સ.૨૦૧૧ સુધી નારણપુરા વોર્ડના કાર્યકર તરીકે તેમણે કરેલ કાર્યોને યાદ કર્યા હતા. સંઘવી હાઈસ્કૂલના બુથ નંબર ૨૯૩ના બુથ અધ્યક્ષથી રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની સફરમાં નારાણપુરાના સૌ કાર્યકર મિત્રોનો જે સહયોગ મળ્યો હતો તે બદલ તેમણે હૃદયપૂર્વક સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

કોર્પોરેશન થી કેન્દ્ર સરકાર સુધી પ્રજાના આશીર્વાદથી તમામ ચૂંટણીઓ જીતીને ભાજપ આજે દેશમાં સત્તા દવારા પ્રજાની સેવા કરી રહ્યું છે. વિચારધારાના આધારે ઇ.સ.૧૯૮૭ થી ઇ.સ. ૨૦૦૧ સુધી ભાજપનાને  આગળ વધારવામાં   મોદીનો સિંહ ફાળો રહ્યો છે. તે બાબતને  અમિતએ પ્રેમપૂર્વક યાદ કરી હતી. ઇ.સ ૨૦૦૧ થી ઇ.સ ૨૦૧૪ સુધી જનકલ્યાણના કાર્યો કરીને એક સર્વસ્પર્શી સર્વ સમાવેશક શાસન   મોદીએ ગુજરાતને આપ્યું હતું. રમખાણો, ભૂખમરો, અદ્રશ્ય થયા હતા. ટેન્કર રાજ ખતમ થઈ ગયું હતું. વિકાસ દર ૧૦ ટકાથી વધુ અને કૃષિ વિકાસ દર બે આંકડાથી વધુ રહેવા પામ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટમાં નર્મદાનું પાણી બે કાંઠે વહેતું થયું હોય તો તેનો યશ   મોદીને ફાળે જાય છે. ભ્રષ્ટાચારમાં લિપ્ત, આંતરિક સુરક્ષામાં વિફળ, પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ આપવામાં નિષ્ફળ કોંગ્રેસ સરકારને હટાવીને ગુજરાતમાં સફળતાપૂર્વક શાસન કરનાર   મોદીના નેતૃત્વમાં ઇ.સ ૨૦૧૪માં દેશની પ્રજાએ પૂર્ણ બહુમત વાળી ભાજપાની સરકારની સ્થાપના કરી. ગરીબ કલ્યાણ અને અંત્યોદયનો સિદ્ધાંત અમલમાં સફળતાપૂર્વક મૂકીને   મોદીએ પહેલા પાંચ વર્ષમાં જે કાર્યો કર્યા તેના પ્રતાપે ઇ.સ.૨૦૧૯માં ૩૦૦ પારનો લક્ષ્યાંક પ્રજાના આશીર્વાદથી સિદ્ધ થયો.

દેશની આંતરિક સુરક્ષાને મજબૂત કરવાનું કાર્ય   મોદીના પહેલા પાંચ વર્ષના શાસનમાં અને ગૃહમંત્રી  રાજનાથસિંહની દેખરેખમાં થવા પામ્યું. ઉરી અને પુલવામાના પાકિસ્તાનના અડપલા થયા ત્યારે સર્જીકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો. પાકિસ્તાનના ભૂતકાળના આતંકવાદી નાપાક કાર્યોને ભૂતકાળની મનમોહનસિંહની સરકાર “ઉફ” પણ કહી શકતી ન હતી.

દેશના પ્રત્યેક નાગરિકની આકાંક્ષા હતી કે ૩૭૦ની કલમ હટવી જોઈએ, કાશ્મીરનું ભારતમાં સંપૂર્ણ વિલીનીકરણ થવું જોઈએ. ૫મી ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ   મોદીએ ૩૭૦ની કલમ અને 35Aને હટાવીને દેશની ઐતિહાસિક સેવા કરી છે. લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસે કમનસીબે આનો વિરોધ કર્યો અને કાશ્મીરમાં અને દેશમાં લોહીની નદીઓ વહેશે તેવો ભય વ્યક્ત કર્યો. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે કાશ્મીરમાં આ બાબત માટે એક પણ લોહીનું ટીપુ પડ્યું નથી કે એક પણ ગોળી છોડવી પડી નથી. ત્રિપલ તલાકની જોગવાઈઓને પાકિસ્તાન, બાંગલાદેશ, મલેશિયા સહિત ૪૦ થી વધુ ઈસ્લામિક રાષ્ટ્રોએ નાબૂદ કરી દીધેલી છે. પરંતુ, જ્યારે ભારતમાં   મોદીની સરકારે મુસ્લિમ માતાઓ અને બહેનોના તરફેણમાં ત્રિપલ તલાકની જોગવાઈ નાબૂદ કરવાનો નિર્ણય કર્યો

ભગવાન રામના જન્મ સ્થાનની જગ્યાએ ભવ્ય રામ મંદિરના નિર્માણનો જે ચુકાદો સુપ્રીમ કોર્ટે સર્વાનુમતે કર્યો. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ૯૦ દિવસમાં ટ્રસ્ટનું નિર્માણ કરીને આગામી દિવસોમાં આસમાનની ઊંચાઈને સ્પર્શતા  ભવ્ય મંદિરનું નિર્માણ કરવા માટે કેન્દ્રની   મોદીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકાર કટિબદ્ધ છે.

વિરોધ કરી રહેલા વિપક્ષોને પડકાર છે કે આ CAAના કાયદામાં કોઈની નાગરિકતા લેવાની જોગવાઈ હોય તો તેઓ બતાવે. સ્વધર્મ અને સ્વમાનના રક્ષણ માટે ભારત આવેલ નિરાશ્રિતોને નાગરિકતા આપવાની CAAમાં જોગવાઈ છે. ગાંધીજી, સરદાર વલ્લભ પટેલ, જવાહરલાલ નહેરૂએ આઝાદીના સમયમાં આપેલા વચનપાલનની જોગવાઈ આ કાયદામાં છે.  “જુઠાણાના પગ નથી હોતા” કર્ણાવતી મહાનગર દ્વારા આજરોજ  ને લખાયેલા પાંચ લાખ ૭૦ હજાર કરતા વધુ પોસ્ટ કાર્ડનો ડુંગર જોઈને અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, રાહુલબાબા સહિત વિપક્ષોના હોશ કદાચ ઠેકાણે આવશે. આ માત્ર પોસ્ટકાર્ડ નથી પરંતુ હૃદયની ભાવનાથી નાગરિકોએ ને લખેલા અભિનંદન પત્રો છે. ગુજરાત પ્રદેશના સૌ કાર્યકરોને મારુ આહ્વાન છે કે ઘેર ઘેર જઈને પ્રત્યેક ઘેરથી મહત્તમ missed call કરાવીને  મોદીએ  CAAના સમર્થનમાં લીધેલા નિર્ણયના સમર્થનમાં સૌનો મત પ્રકટ કરાવે.

અમીત શાહે જણાવ્યું હતું કે  ૩૭૦ની કલમ, ૩૫-એ, રામમંદિર તથા CAA અંગેની સાચી વાત જન- જન સુધી પહોંચાડીએ.  CAA આપણે દેશની જનતાને આપેલો વાયદો છે અને આપણે માટે ચૂંટણી ઘોષણાપત્ર દેશની જનતાને આપેલું વચન છે.

જે રાજસ્થાનની અશોક ગેહલોતની કોંગ્રેસ સરકાર વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન હિન્દુઓ તથા શીખોને નાગરિકતા આપવાનું વચન આપે છે.

અપપ્રચારનો ભાંડો ફોડીએ તથા ગુજરાત અડીખમ પર્વતની જેમ   મોદીની સાથે ઉભું  છે તેનો દેશભરમા સૌને અહેસાસ કરાવીએ તેવુ આહવાન અમિત શાહે કર્યું હતું.

ઉપરોક્ત સ્નેહમિલન સમારંભમાં પ્રદેશ પ્રમુખ  જીતુ વાઘાણી, મુખ્યમંત્રી  વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલ સહીત મહેસુલ મંત્રી તથા નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય  કૌશિક પટેલે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. કર્ણાવતી મહાનગરના પ્રમુખ  જગદીશ પંચાલે સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતા. લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં મહાનગરના નાગરીકો દ્વારા લખાયેલા પાંચ લાખ, સિત્તેર હજાર જેટલા CAAને  સમર્થન કરતા પોસ્ટકાર્ડસ લખવા બદલ શહેર પ્રમુખે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન પ્રદેશ મહામંત્રી તથા ઉત્તર ઝોન પ્રભારી  કે.સી.પટેલે કર્યું હતું.