હવે સાબરમતી રિવરફ્રન્ટમાં પણ કૌભાંડ, ઓડિટમાં રૂપિયા 69 કરોડનો ગોટાળો સામે આવ્યો

અમદાવાદ, તા:૧૭

ગુજરાતમાં ભાજપના રાજમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સાબરમતી રિવરફ્રન્ટમાં રૂપિયા 69 કરોડના ગોટાળા સામે આવ્યાં છે, આ કૌભાંડનો ખુલાસો ઓડિટમાં થયો છે, કોર્પોરેશનમાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ ચીફ વિજિલન્સ દ્વારા સમગ્ર કેસની તપાસની માંગ કરી છે. વિપક્ષના આરોપ મુજબ રૂપિયા 69 કરોડ ક્યાં ગયા તેનો કોઇ હિસાબ જ નથી, વર્ષ 2018-2019નું ઓડિટ ખાનગી ઓડિટર દ્વારા કરવામાં આવ્યું હતુ, જેમાં આ માહિતી સામે આવી છે.

બીજી તરફ મેયર બિજલ પટેલે બચાવ કરતા કહ્યું છે કે વિરોધ પક્ષનાં નેતા દિનેશ શર્માએ ઓડિટમાં ગોટાળાનો આક્ષેપ સાબિત કરવા માટે મીટિંગમાં હાજર રહેવું જરૂરી છે. પરંતુ તેઓ ગેરહાજર રહ્યાં હતા, જો કે આગામી દિવસમાં જો કોંગ્રસે રણનીતિ સાથે ચાલે તો આ કૌભાંડને લઇને મોટા ખુલાસા થાય તેમ છે.