માર્ગ-મકાન વિભાગની પરવાનગી વિના જીયુડીસીએ રોડના ખોદકામને કારણે માર્ગ-મકાન વિભાગે 1.62 કરોડ વસુલવાની નોટીસ આપી છે. અમરેલી શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરી માટે અનેક રસ્તાઓ ખોદી કઢાયા છે. અમરેલી નગરપાલિકા વિસ્તારનો પાણી દરવાજાથી લઈને સાવરકુંડલા સુધીનો માર્ગ જીયુડીસીએ માર્ગ એન્ડ મકાન વિભાગની પરવાનગી વિના તોડી નાખતા આ રોડ પેટે માર્ગ એન્ડ મકાન વિભાગે 1 કરોડ 6ર લાખ 37 હજાર ત્વરીત ભરવાની નોટીસ રાજકોટ જીયુડીસી તંત્રને પાઠવી દીધી છે. સ્થાનિક નગરજનો પણ છેલ્લા ઘણા સમયથી આ ભુગર્ભ ગટરની કામગીરીથી હાલાકી ભોગવી રહૃાા છે.