હાઉસિંગ કૌભાંડમાં અમદાવાદના ધર્મદેવ બિલ્ડરની સંડોવણી

કોબ્રાપોસ્ટના ઇન્વેસ્ટીગેશનમાં ભારતના સૌથી મોટા હાઉસિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે, હાઉસિંગ ફાઇનાન્સ કંપની DHFLના લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે. વિજય માલ્યા-નીરવ મોદીના કૌભાંડથી પણ મોટુ કૌભાંડ સામે આવ્યું છે, કુલ રૂ. 31,000 કરોડનું લોન કૌભાંડમાં DHFLએ ફર્જી કંપનીઓ ઉભી કરી હતી,

DHFLના માલિકો કપિલ અને ધીરજ વાઘવાએ આ લોનની રકમ પાછલા બારણે પોતાની પાસે જ રાખી હતી

કોબ્રાપોસ્ટ વેબસાઇટના ઇન્વેસ્ટીગેશનમાં ગુજરાતમાં હાઉસિંગ ફાઇનાન્સના સૌથી મોટા કૌંભાડનો પર્દાફાશ થયો છે. કોંબ્રાપોસ્ટના ઇન્વેસ્ટીગેશનમાં DHFL સ્કેમમાં ગુજરાતના ધર્મદેવ બિલ્ડરનું નામ ખુલ્યું છે. ધર્મદેવના ઉમંગ ઠક્કર અને DHFLએ મળીને રૂપિયા 1160 કરોડનું કૌભાંડ કર્યું છે. ધર્મદેવ બિલ્ડરે ફર્જી કંપની બનાવી DHFL પાસેથી રૂ 1160 કરોડની લોન લીધી. ધર્મદેવ બિલ્ડરે પાંચ શેલ કંપની બનાવી રૂ 1160 કરોડ ભેગા કર્યા. 1160 રૂ. કરોડમાંથી મોટાભાગના પૈસા DHFLને પાછલા બારણે ચુકવ્યા.

શેલ કંપનીમાં આવેલા નાણાંને અંગત રોકાણ તરીકે દેશ-વિદેશમાં રોક્યા હતા, DHFLના માલિકોએ ફર્જી કંપનીઓને કાચી પડી હોવાનું જાહેર કરીને પૈસા પોતાના કર્યા. કોબ્રાપોસ્ટના ઇન્વેસ્ટીગેશનમાં 30થી વધારે બેંકો પાસેથી રૂપિયા 96880 કરોડની લોન લીધી પછી 84000 કરોડ જુદી જુદી કંપનીને લોન પેટે આપ્યા. બેંકોએ આપેલા 84000 કરોડમાંથી 31000 કરોડ રુપિયા શેલ કંપનીઓમાં રોક્યા, સેલ કંપનીઓના 31000 કરોડ પાછલા બારણે પોતાની પાસે મેળવ્યા. પાછળથી DHFLએ આ 31000 કરોડ ધિરાણ કંપની ઓળવી ગયાનું નાટક કર્યું, પ્રજાના 31000 કરોડ DHFLપોતાના પ્રમોટર માટે વાપર્યા.