અમદાવાદ,તા.૮
શહેરમાં આ વર્ષે ૩૨ ઈંચથી વધુ વરસાદની વચ્ચે ભૂવા પડવાનો ક્રમ સતત જારી છે.હાટકેશ્વરના ૧૩૨ ફૂટના રીંગ રોડ પર આવેલી પારસનાથ સોસાયટીના મુખ્ય ગેટ પર વિશાળ ભૂવો પડતા સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા તંત્રને જાણ કરી હતી.પરંતુ તંત્ર આજે દશેરાના મુડમાં હોઈ કોઈએ ફરીયાદ ન સાંભળતા ખુદ રહીશો અને વેપારીઓએ ભેગા મળી ભૂવાની આસપાસ કોર્ડન કરી આડાશો મુકવાની ફરજ પડી હતી.