હાફેશ્વર ફરી 18 વર્ષે નર્મદા બંધમાં ડૂબી ગયું, નવું મંદિર ભ્રષ્ટાચારમાં ડૂબી ગયું

છોટા ઉદેપુર જીલ્લાના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલા પૌરાણીક તીર્થધામ હાફેશ્વર ખાતેના શિવ મંદીરે ફરી એક વખત વર્ષ 2000 પછી 18 વર્ષ પછી જળ સમાધી લીધી છે. ડૂબેલા મંદિરના સ્થાને નવું મંદિર સરકાર બનાવી રહી છે તેમાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. નર્મદા નદીમાં પાણી આવતાં બંધ ભરાવાના કારણે આ મંદિર ફરી એક વખત બંધમાં ડૂબી ગયું છે. તો નવું મંદિર ભ્રષ્ટાચારથી ડૂબી રહ્યું છે. વર્ષ 2004માં શિવ મંદીર નર્મદા બંધમાં પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. 2018માં નર્મદા બંધમાં 18 વર્ષ પછી પાણી ઓછું આવતાં મંદિર ફરી 40 ફૂટ બહાર આવ્યું હતું. લોકો હોડીમાં બેસીને મંદિર જવા લાગ્યા હતા. સ્થાનિક લોકો અહીં મંદિરમાં આવીને પૂજા અર્ચના કરી હતી. શિવલીંગ બહાર દેખાયું ન હતું.

નવું મંદિર જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ છે

પુરાણોમાં કહ્યા પ્રમાણે ત્રેતા યુગમાં કલહંશ ઋષિ થઈ ગયા તેઓ શંકર ભગવાનના દર્શન માટે તપ કર્યું હતું. ઇન્દ્ર દેવે દર્શન આપ્યા, પરંતુ કલહંશ ઋષિએ શંકર ભગવાનાના દર્શનનો આગ્રહ રાખીને ફરીથી તપ શરૂ કર્યું હતું. મહાદેવે કલહંશ ઋષિને દર્શન આપ્યા હતા. કલહંશ ઋષિએ મહાદેવ પાસે વરદાન માંગ્યું હતું કે તે તેમની સાથે બિરાજમાન થાય. શંકરે કહ્યું હતું કે હું હંમેશા તમારી સાથે જ રહીશ. કલહંશ ઋષિએ નર્મદા નદીના કીનારે એક શિવલીંગની સ્થાપના કરી જે કલહંશેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું હતું. પછી તે હાફેશ્વર થઈ ગયું હતું.

સરદાર સરોવર ડેમનો સ્ત્રાવ વિસ્તાર 200 કિલોમીટર જેટલો ફેલાયેલો છે. ચાલુ વર્ષે સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવામાં આવતા 138 મીટર કરતા વધુ પાણી ભરાયું હતું. સરદાર સરોવર ડેમમાંથી આડેધડ પાણી કેનાલમાં છોડાતા અને સરકારે પાણીનો ખોટો વપરાશ કરતાં પાણી ખૂટી ગયું હતું.

ત્રણ મહિના સુધી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ હાફેશ્વર આવી નર્મદા નદીમાં નાવડી કે બોટ મારફતે મંદિરે આવતા-જતા હતાં. પણ પછી કલેક્ટરે મંદિર જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જિલ્લા કલેકટરે મંદિરની 1 મે 2018ના રોજ મુલાકાત લીધી હતી. પછી લોકોને લઈ જવા ચાલતી બોટ અને નાવડીઓ ચલાવવા અને મંદિરે જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કવાંટ મામલતદારે હાફેશ્વર સરપંચને પત્ર લખી તાત્કાલિક કોઈપણ જાતની મંજૂરી કે નોંધણી વિના ચાલતી નાવડી અને બોટને બંધ કરવા જણાવ્યું હતું. નર્મદા કિનારે લાગેલી હંગામી દુકાનોને હટાવવાનો પણ આદેશ કર્યો હતો.

ડૂબેલા મંદિરના સ્થાને નવું મંદિર સરકારે બનાવ્યું પણ, ભ્રષ્ટાચાર કર્યો

છોટાઉદેપુર જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલા હાફેશ્વર ગામે નવું ક્લહંસેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જૂનું મંદિર 2000ના વર્ષમાં જૂબમાં જતા નવું મંદિર સરકારે બનાવી આપ્યું હતું. આ જગ્યાને પર્યટન ધામ તરીકે વિકસાવવા સરકારે 2 કરોડ જેવી રકમ પણ ફાળવી હતી. મંદિર પરિસરમાં બગીચો, નવીન મૂર્તિ તથા કલહંસેશ્વર મહાદેવના ચોકમાં પથ્થરો નાખવા અને પર્યટકોને બેસવા ઉઠવા અર્થે એક હોલનું બાંધકામ યોગ્ય રીતે થતું નથી.  એ અંગે કલહંસેશ્વર મહાદેવ મંદિરના મહંત 108 નર્મદાદાસ મહારાજે કલેકટરને લેખિત ફરિયાદ કરી છે કે, મંદિરમાં જે બાંધકામ ચાલી રહ્યું છે, તેમાં ઇજારદારે  પોતાના સ્ટાફ અને મજૂરો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવાની હોય. પરંતુ આ સઘળો ખર્ચ હાફેશ્વર મંદિર દ્વારા કરવામાં આવે છે. કોન્ટ્રાકટર કામ શરૂ કરતાં અગાઉ વીજ કનેક્શન પોતાનું લેવું જોઈએ એની જગ્યાએ મંદિરમાંથી વીજ પુરવઠો વાપરે છે. મંદિરનું વીજ બિલ દસ ગણું આવતું થઈ ગયું છે. ઇજારદાર પોતાના સ્ટાફ માટે મંદિરની રૂમોનો ઉપયોગ કરતા હોવાથી યાત્રીઓને ભારે મુશ્કેલી પડે છે.

ઇજારદાર માલ સામાન રસ્તાઓ વચ્ચે ફેંકી દે છે તેથી યાત્રીઓને જવા આવવાની મુશ્કેલી પડે છે, જેમાં ઘણા યાત્રીઓને ઇજા થાય છે. ઇજારદારે બાંધકામ માટે પાણીની વ્યવસ્થા પોતે કરવાની હોવા છતાં એ પણ મંદિરમાંથી વપરાય છે. ટેન્ડરમાં મંદિર પાસે બોરીંગ કરવાનું નક્કી કરેલ હોવા છતાં તેનો આજ સુધી અમલ થયો નથી. મંદિરના પરિસરમાં ફ્લોરીંગની અંદર પથ્થર બેસાડવામાં આવ્યા છે તેનું લેવલિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. બધે પાણી ભરાઈ રહે છે જેને લઈ ચોમાસામાં ત્યાં લીલ જામે છે.

કુલ અગીયાર ડેરી બનાવવાનું નક્કી કરાયું હતું. તેમાં પણ ફેરફાર કરી નાખ્યા છે, અગાઉ જે નક્કી થયું છે એ કામ બી ઈ સિવિલ એન્જીનિયર દ્વારા થતું નથી. કામમાં પણ સિમેન્ટ સ્ટીલ નો ઉપયોગ ઓછો થાય છે. ચણતર કામ પછી પાણી છંટકાવ થતું નથી. દરેક કામ ખુબ મંદગતિએ ચાલી રહ્યું છે. મંદિરના મહંત કાંઈપણ કહે તો તેઓની વાત કોન્ટ્રાક્ટરનો સ્ટાફ સાંભળતો નથી હાલ કામ મહાદેવના ભરોસે ચાલે છે. મારી સાથે અસભ્યતા ભર્યું વર્તન ન થતા મારી પણ સહનસીલતાની હદ આવી ગઈ છે. અત્યાર સુધી મંદિરની દરેક વસ્તુનો ઉપયોગ કર્યો છે. એ પૈકીની રકમ બિલમાંથી કાપી લેવા કલેકટરને કહ્યું છે.