[:gj]સંકટ મોચન યોજના અણધારી આવી પડેલી આફતમાં મદદ[:]

[:gj]વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન વિવિધ ધારાસભ્યો દ્વારા સંકટ મોચન યોજના સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૧૫મી ઓગષ્ટ ૧૯૯૫થી અમલમાં આવેલી સંકટ મોચન યોજના અંતર્ગત કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિના કુદરતી કે અકસ્માતે મૃત્યુથી તેના કુટુંબીજનો પર આવી પડતી અણધારી આફત સમયે તે કુટુંબના સભ્યોને રૂા.૨૦ હજારની આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે. કુદરતી અને અકસ્માતે મૃત્યુના કિસ્સામાં તેના કુટુંબના સભ્યને રૂા.૨૦ હજારની સહાય આપવામાં આવે છે. ૩૧ માર્ચ ૨૦૧૯ની સ્થિતિએ વલસાડ જિલ્લામાં મળેલી કુલ ૩૨૬ અરજીઓ પૈકી સંકટ મોચન યોજનાની ૩૧૭ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તે ઉપરાંત પંચમહાલ જિલ્લામાં કુલ ૬૩૯ અરજીઓ પૈકી ૫૪૯ અરજીઓ મંજુર કરવામાં આવી છે. [:]