હાર્દિકની જાદૂયી અસર, રાજકારણમાં જઇશું તો ભાવ પૂછાશે – નરેશ પટેલ

હાર્દિક પટેલ રાજકારણમાં જોડાયા બાદ ખોડલધામના નરેશ પટેલે કહ્યું હતું કે, ‘આપણામાંથી રાજકારણમાં કોઇ આવે તો જ આપણા સમાજનો કોઇ ભાવ પૂછ્‌શે.’ નરેશ પટેલની રક્તતુલાના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. ‘રાજકારણ વગર સમાજની પ્રગતિ શકય નથી. રાજકારણ વગર આપણી પ્રગતિ પણ નથી. કોઈપણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે. એટલે હું યુવા સમિતિને વિનંતી કરૂ છું કે જે સક્ષમ હોય એ રાજકારણમાં આગળ વધે. જો સમાજ રાજકીય રીતે સંગઠિત થશે તો જ આપને કોઈ પૂછવા આવશે.’
બે વર્ષ પહેલા વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદારોની સામાજિક એકતાના પ્રતીકને રાજકારણથી દૂર રાખવાનું બ્યૂગલ ફૂંક્્યું હતું. હવે તેમણે યુ-ટર્ન લઈને ખોડલધામ યુવા સમિતિના આગેવાનોને સક્રિયપણે રાજકારણમાં આગળ વધવા હાકલ કરી નવું ગણિત આપ્યું છે ત્યારે લોકોમાં અનેક મતમતાંતરો જાવા મળ્યાં છે. આ કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામ સમિતિમાં પણ વિચારધારામાં બે જૂથો સર્જાયા છે. અગાઉ પરેશ ગજેરાના રાજીનામા પછી સંગઠન વિવાદમાં આવ્યું હતું. પણ હાર્દિક પટેલ રાજકારણમાં ગયા બાદ તેમણે આપેલી આ સૂચના હવે પાટિદાર સમાજના લોકો રાજકારણમાં આગળ આવશે એવું માનવામાં આવી રહ્યું છે.

કેશુભાઈ પટેલે લેઉવા અને કડવા પાટીદારોને એક કરીને કોંગ્રેસના રાજાશાહીના વારસદારોની ગુંડાગીરી રાજકોટથી સૌરાષ્ટ્રમાં રાજકીય લડત ચલાવીને પાટીદારોએ ભાજપને ઉંચો કર્યો હતો. હવે ભાજપ પાટીદારોના વિભાજન કરાવીને ફરી રાજાઓની ગુંડાગીરી લાવી રહ્યું છે ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જઈને તેને પડકારીને લેઉવા અને કડવા પાટીદારોને એક કરસામાં સફળ રહ્યા છે. જેમાં નરેશ પટેલનો પણ ઘણો હિસ્સો છે. ત્યારે નરેશ પટેલનું આ નિવેદન અત્યંત મહત્વના તબક્કે આવ્યું છે જ્યાં હાર્દિકનો બનાવટી વિરોધ ભાજપની મદદથી ગુજરાતમાં ચાર સ્થળે થયો છે.