હાર્દિક પટેલ ભલે ચૂંટણી લડી ન શક્યા પણ તેમણે ગીતા પટેલની ટિકિટ માંગી હતી અને અમદાવાદની પૂર્વ વિસ્તારની લોકસભાની ટિકિટ કોંગ્રેસે આપી છે. જ્યાં પાટીદાર આંદોલન સૌથી વધું અસરકારક હતું. અહીં પાટીદારો પર ભાજપની સરકારે સૌથી વધું અત્યાચારો કર્યા હતા. ઘરમાં ઘુસીને મહિલાઓને માર મારી અપશબ્દો કહ્યા હતા. તેથી અહીં આશા પટેલને લોકોનો ભરપુર સહયોગ મળી રહેશે. મહિલાઓ તમામ ગીતા પટેલ માટે સેના બનીને કામ કરશે એવી આશા રાખવામાં આવી રહી છે.
પાસ કન્વિનર ગીતા પટેલને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. ગરીબી, મહિલાઓ પરના અત્યાચારો, ભાજપની નિષ્ફળતા, મોંઘવારી અને બેરોજગારી મોદી સરકારે વધારી હોવાના મુદ્દાઓ આગળ ધરીને તેઓ ચૂંટણી લડશે. અમદાવાદ પૂર્વ બેઠક ભાજપનો ગઢ રહેલી બેઠક છે.
ગીતા પટેલ વસ્ત્રાલના રહેવાસી છે. 4 વર્ષ પહેલા પાટીદાર આંદોલન શરૂ થતા પાસમાં સક્રિય થયા હતા. ગીતા પટેલના લગ્ન થોડા વર્ષો પહેલા કિરણભાઈ પટેલ સાથે થયા હતા. ગીતા બેન પરિવારમાં 5 સભ્યો સાથે રહે છે. અનામત આંદોલન શરૂ થતા ગીતા પટેલ પણ હાઉસ વાઈફમાંથી સમાજ માટે લડવા મેદાનમા ઉતર્યા હતા અને પાસમા કન્વીનર તરીકે કાર્ય કરી રહ્યાં છે. અનામત માટે હાર્દિક સાથે લડી રહેલ ગીતા પટેલ પાટીદાર સમુદાયમા એક આગવો ચહેરો છે. પૂર્વમાં પાટીદારોની વસ્તી વધુ હોવાથી કોંગ્રેસ દ્વારા પૂર્વમા તેમને ટિકિટ આપવામાં આવી છે. તેઓ સાવ નવો ચહેરો છે. અગાઉ ચૂંટણી લડ્યા નથી. હાર્દિકના નજીકના કાર્યકર્તા તેઓ છે. હાર્દિક પટેલે ગીતાબેન પટેલ માટે ટિકિટ માંગી હતી. તેમને કોંગ્રેસે આપી હતી. હાર્દિક, પૂર્વના ભાજપથી પરેશાન લોકો ગીતાબેન પટેલને મજબૂત ટેકો આપશે.
અમદાવાદ શહેરની બે વિધાનસભા બેઠક ખેડા લોકસભામાં જાય છે. જ્યાં બિમલ શાહ માટે પણ ગીતાબેન પટેલ મદદરૂપ થઈ શકશે. આમ કોંગ્રેસના આ એક નિર્ણયથી બે બેઠક પર ફાયદો થશે.