ભાજપના સાંસદ પનમ માડમના કોંગ્રેસમાંના કાકા વિક્રમ માડમ જામનગરમાં હાર્દિક પટેલને લાવીને પુનમને હરાવવાનો કારશો રચ્યો હતો. તેનાથી જામનગર લોકસભામાં હારની બીકથી ભાજપે તે પ્લાન તોડી પાડવા માટે રિવાબા જાડેજા કે જે ક્રિકેટરની પત્ની છે. તેમને ભાજપમાં લાવી દીધા છે. તેમને ટિકિટ આપવાની હતી. હવે લોકસભાની બેઠક જીતવા માટે હવે મૂળ કોંગ્રેસી અને પછી ભાજપમાં જઈને ચૂંટણી જીતનારા ધારાસભ્ય હકુભાને મંત્રીપદે બેસાડવા પડ્યા છે. આમ હાર્દિક ઈફેક્ટના કારણે પહેલા આશા પટેલ અને હવે જામનગપમાં હકુભાને મહત્વ મળ્યું છે. જૂનાગઢમાં પણ હાર્દિક પટેલ જ્યારે પણ સભા કરે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હોય છે. તેથી જૂનાગઢમાં આહિર મત અંગે કરવા માટે જવાબહને મેદાને ઉતાર્યા છે. જેની અસર જામનગરમાં પણ થઈ શકે છે. આમ ભાજપે જ્ઞાતિવાદને અત્યંત મહત્વ આપી દીધું છે.
પ્રધાનમંડળમાં જામનગરથી છેલ્લા ઘણાં સમયથી પટેલ અને બ્રાહ્મણ રહ્યાં હોવાથી રાજપુતનો ભાજવે આ વખતે મહત્વ આપવું પડ્યું છે. આર.સી.ફળદુ પહેલાથી જ કેબિનેટમાં છે. ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજાને સમાવવા પાછળનું મુખ્ય કારણ સ્થાનિક સ્તરે ક્ષત્રિય સમાજની નારાજગી અને હાર્દિક પટેલ અહીંથી ચૂંટણી લડતો હોવાથી ઓપરેશન રાજપત કરાયું છે.
જામનગરમાં રાજપુત સમાજને મહત્વ આપવા માટે આહીરની ટિકિટ કાપીને રિવા જાડેજાને ટિકિટ આપવામાં આવે એવી શક્યતા છે.
ભાજપમાં ભત્રિજી પૂનમ માડમની ટિકિટ કપાય છે તેવી ભનક આવતા જ કોંગ્રેસનમા ધારાસભ્ય વિક્રમ માડમે પોતાના પક્ષમાં હાર્દિક પટેલ માટે તૈયારી શરૂ કરી દિધી હતી. નારાજ આહિર મતો અને નારાજ પાટીદાર મતોને હાર્દિકના નામે ધ્રુવીકરણ કરીને કોંગ્રેસને જીતાડવા માટે વિક્રમ માડમનો ખેલ હતો. જે ભાજપ માટે આકરૂ સાબિત થાય તેમ હોવાથી રીવાબાનુ નામ પડતુ મુકીને તેમના સ્થાને ક્ષત્રિય ધારાસભ્યને હકુભાને મંત્રીમંડળ સ્થાન આપવુ પડયુ છે. એટલુ જ નહી હવે ભાજપ પણ પૂનમ માડમને બીજી ટર્મ માટે ટિકિટ આપશે એ નક્કી મનાય છે.
ભાજપમાંથી પૂનમ માડમ ચૂંટણી લડે તો સામે કોંગ્રેસમાંથી વિક્રમ માડમ ચૂંટણી ન લડે એવી સમજૂતી કાકા અને ભત્રિજી વચ્ચે થયેલી છે. જેમાં પુનમ માડમની ટિકિટ કપાવાની હોવાથી હાર્દિક પટેલનો ઊંટ તરીકે ઉપયોગ કરીને વિક્રમ માડમે ભત્રિજી પૂનમની ટિકિટ પાકી કરાવી લીધી છે. હવે જામનગરમાં માડમ આહીર પરિવાર જ સત્તા ભોગવશે.