હાર્દિક પટેલે પાસની બેઠક એકાએક કેમ બોલાવી

ગુપ્ત બેઠકમાં શું રણનીતિ બનશે ?

કોંગ્રેસને અપમાનિત થવું પડે તેવા શબ્દો સાથે ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પાર્ટી છોડી દીધી છે અને લગભગ ભાજપમાં જવું નક્કિ છે, ત્યારે આવતીકાલે રવિવારે પાસના કેટલાક નેતાઓની એક ગુપ્ત મીટિંગનું ઓયોજન હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે, અમદાવાદના સરદારનગરની બાજુમાં એક ખાનગીફાર્મ હાઉસમાં આ મીટીંગ થઇ શકે છે, અને આ ફાર્મહાઉસ કોંગ્રેસના એક કોર્પોરેટરનું હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા ઘણા સમયથી પાસના નેતાઓની મીટિંગ થઇ નથી પરંતુ આવતીકાલે સાંજે 6 વાગ્યે આ મીટિંગ થઇ શકે છે, જેમાં આશાબેનના રાજીનામા સહિતના અનેક મુદ્દે ચર્ચા થઇ શકે છે, તો મોદી સરકારે પણ સવર્ણોને 10 ટકા આર્થિક અનામત આપ્યાં બાદ હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ આગામી શું રણનીતિ બનાવે છે તેના પર સૌની નજર છે.