હાર્દિક હવે બેરોજગાર નથી, ટ્વીટર હેન્ડલ પરથી હઠાવી લીધું

કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક બનેલા હાર્દિક પટેલે પોતાનાં ટ્વિટરનાં નામ પરથી ‘બેરોજગાર’ શબ્દ કાઢી નાંખવો પડ્યો છે.  ભાજપે ચોકીદાર રાખતા તેણે બેરોજગાર રાખ્યું હતું. પણ જ્યારથી તે હેલિકોપ્ટરમાં ફરીને પ્રચાર કરવા લાગ્યો છે ત્યારથી તે બેરોજગારીના મુ્દદે ટીકાનેપત્ર થઈ રહ્યા છે. તેથી તેમણે બેરોજગાર હઠાવી દીધો છે. તેને હવે રોજગારી મળી ગઈ છે. બેકાર યુવાનોની બેરોજગારી કેવી છે તે બતાવવા માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.