[:gj]પાટણ અને મહેસાણા સવા લાખની સરસાઈથી જીતીશું – હાર્દિક પટેલ [:]

[:gj]સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ગુજરાત અને ભારતમાં 50 બેઠકો પર પ્રચાર કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતની સભાઓ ગજવતાં તેમણે કહ્યું હતું કે, પાટણની સભામાં કહ્યું હતું કે, IB નો રિપોર્ટ આવી ગયો છે અને તેમાં કહેવાયું છે કે કોંગ્રેસ પાટણ અને મહેસાણાની બેઠકો 1-1 લાખથી જીતશએ. પરંતુ કોઇએ ફોર્મમાં આવી જવાની જરૂર નથી. સવા-સવા લાખથી જીતવાની છે. ભારતીય જનતા પાર્ટીને કહી દેવાનું છે કે ઉત્તર ગુજરાતના યુવકો અને ખેડૂતો હવે જાગૃત થઇ ગયા છે. ઉત્તર ગુજરાતમાં રોજગારી માટે સરકાર પાસે કોઇ વ્યવસ્થા નથી. હાર્દિક પટેલને 7 દિવસમાં કોંગ્રેસ માટે 50 સભાઓ યોજાનાર છે.[:]