હિંમતનગર અને ગાંધીનગરમાં ફૂટબોલ એકેડેમી સ્થાપાશે

ગુજરાતમાં ફુટબોલની રમતને વધુ પ્રોત્સાહન આપવા હિંમતનગર અને
ગાંધીનગરમાં ફૂટબોલ એકેડેમી સ્થાપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી  અગ્રણી અંગ્રેજી દૈનિક ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને ક્લેરિસના સહયોગથી સાતમી ટી
ટ્વેન્ટી ફુટબોલ ટુર્નામેન્ટ અમદાવાદ ખાતે પ્રારંભ કરાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ
કરતાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ૮૪ જેટલી ટીમો ભાગ લઇ રહી છે.
અગાઉ રમતગમત ક્ષેત્રે માત્ર ૨૦ કરોડ જેટલું બજેટ ફાળવવામાં આવતું હતું. પરંતુ આ સરકારે
રૂા. ૫૧૬ કરોડનું બજેટ ફાળવી ગુજરાતમાં રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપ્યું છે એટલું જ નહીં ખેલાડીઓને શક્તિદૂત યોજના
હેઠળ રૂા. ૭૫ કરોડ જેટલો ખર્ચ કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના પ્રાપ્ત કરે તે માટે પ્રોત્સાહન પુરું પાડયું છે.
ફુટબોલ ક્ષેત્રે માત્ર બંગાળની ટીમ જ નહીં પણ હવે ગુજરાતની ટીમ પણ નામ રોશન
કરશે. મુખ્યમંત્રીશ્રીએ ફુટબોલ રમતને પ્રોત્સાહન આપવાના ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના પ્રયાસોને બિરદાવ્યા હતા અને ખેલાડીઓને શ્રેષ્ઠ
દેખાવ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ક્લેરિસના એમ.ડી. અર્જૂન હાંડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફુટબોલને પ્રોત્સાહન આપવા અમે સતત પ્રયાસો કરી
રહ્યા છીએ અને વિદ્યાર્થીઓને તક મળે તે માટે આ ૭મી ટુર્નમેન્ટ છે. રાજ્યની ૧૦૦ થી વધુ સ્કુલોના ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ
ભાગ લઇ રહ્યા છે.
આ પ્રસંગે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રેસી. એડિટર હરિત મહેતા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.