[:gj]સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે લોકડાઉનમાં લોકોને મદદ કરી લોકોએ ટ્રસ્ટને મદદ કરી[:]

[:gj]સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટ તરફથી જરૂરીયાત મંદો, ઘર વિરોણા લોકોને લોકડાઉનમાં ફુડ પેકેટ તેમજ ભોજન તથા કીટ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી . ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર પ્રભાસ પાટણ પણ સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાઈને જરૂરીયાત મંદોને એક ટાઈમનું ભોજન આપવાનું શરૂ કર્યું હતું .

લીલાવતી ગેસ્ટ હાઉસને કવોરન્ટાઈન માટે જીલ્લા વહીવટી તંત્રને ફાળવી દેવામાં આવ્યું હતું . કવોરન્ટાઈનમાં રાખેલા  ૧૨૫ યાત્રિકોને ટ્રસ્ટના ગેસ્ટ હાઉસમાં રાખી તે તમામને ચા , નાસ્તો , ભોજન વ્યવસ્થા કરી આપવામાં આવી હતી .

દાતાઓ દ્વારા આ માટે દાન પણ મળ્યું છે . જેમાં યોગેશભાઈ પુજારાએ  ૧ , ૫૧ , ૦૦૦  , રેખાબેન રાવ , અમદાવાદ દ્વારા રૂા . ૧ , ૧૧ , ૦૦૦  તથા કરશનભાઈ પટેલ  અમદાવાદ તરફથી રૂા . ૧ , ૦૧ ,000 નું દાન જાહેર કરવામાં આવ્યું છે .

કોરોના વાઈરસની મહામારી દરમ્યાન ટ્રસ્ટના મંદિરો , અતિથિગ્રહો , તમામ કેમ્પસોને સેનીટાઈઝ કરવા માટે ઈન્ડીયન રેયોન કંપની વેરાવળ દ્વારા 1000 લીટર કેમીકલ પણ ટ્રસ્ટને વિના મુલ્ય આપ્યું છે .[:]