હિપોલીન પાવડરથી ભાજપના કપડા પરના કાળા ડાઘ ન ધોવાયા

વ્યાજ ખોર ભાજપ – ખાસ અહેવાલ

હિપોલિન કેસમાં ધમકી આપવા અને ખંડણી વસૂલવાના આરોપી ભાજપના પૂર્વ યુવા નેતા રાહુલ સોનીએ તેમની સામેની ફરિયાદ કાઢી નાંખવા માટે વડી અદાલતે ઇન્કાર કરી દીધો છે. ફરિયાદ પક્ષ તરફથી ફરિયાદ રદ કરવા માટે રાહુલે અદાલતને કહ્યું હતું. જેમાં વડી અદાલત પ્રથમદર્શી રીતે ક્વોશિંગની તરફેણમાં નહોંતી. તેથી રાહુલની અરજી 30 નવેમ્બર 2018ના રોજ ફગાવી દેવામાં આવી છે. આમ હિપોલીન વિવાદમાં કાળા ડાઘ ધોવા, વડી અદાલતે ઈન્કાર કરી દીધો હતો.

શું હતી એ વિવાદાસ્પદ ઘટના ?

2 જૂન 2018માં અમદાવાદ શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી રાહુલ સોની સામે અમદાવાદ આનંદનગર પોલીસમાં વ્યાજખોરીની ફરિયાદ થઈ હતી. ‘હીપોલીન’ સાબુ-પાઉડર બનાવતા વિવેક સુભાષ શાહે ભાજપના રાહુલ ઘનશ્યામ શાહ પાસેથી ઊંચા વ્યાજખોરી કરીથી 4 વર્ષમાં બરબાદ કરી નાંખવામાં આવ્યા હતા. રૂ.80 લાખ આપીને રૂ.10 કરોડ જેટલું વ્યાજ વસૂલ્યું હતું.

સાબુ-પાઉડરનો સ્ટાર્ટઅપ વ્યવસાય કરવા માટે બેન્ક ઉપરાંત ખાનગી શાહુકાર અને ભાજપના નેતા રાહુલ સોની પાસેથી રૂ.80 લાખ લીધા હતા. રાહુલે મહિને 1.50%ના બદલે રોજનું દોઢ ટકા વ્યાજ વસુલ્યું હતું.

38 વર્ષના વિવેક શાહના પિતા સુભાષ શાહ હીપોલીન કંપનીના માલિક છે. વિવેકે 2014માં હીપોલીન કંપનીમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરમાંથી રાજીનામું આપી પોતાનો સાબુ અને પાઉડર બનાવવા માટેની હેલીક્સ નામે સાબુ-પાઉડર બનાવવાની અલગ ફેક્ટરી નાંખવાનો સટાર્ટ અપ ધંધો કરવા યસ બેન્કમાંથી રૂ.75 લાખની લોન 2014માં ગોયલ વોટરપાર્કની જમીન ગિરવે મૂકીને લીધી હતી. વધું પૈસાની જરૂર હોવાથી ભાજપના નેતા સેટેલાઈટમાં રહેતાં રાહુલ શાહ પાસેથી રૂ.80 લાખ સરાફ તરીકે લીધા હતા.

મહીને દોઢ ટકા વ્યાજના રૂ.1.20 લાખ એકાઉન્ટન્ટ ચિરાગ શાહ મારફતે મોકલી આપ્યા ત્યારે ભાજપના યુવા નેતા રાહુલ સોનીએ ફોન ઉપર ધમકાવતાં કહ્યું હતું કે, ‘ભીખારીની જેમ ભીખ મોકલી આપી છે. રોજના દોઢ ટકા વ્યાજ આપવાનું કહ્યું છે.’ આ પછી સિક્યુરિટીમાં વસ્તુ માગીને વ્યાજનું વિષચક્ર શરૂ તેણે શરૂ કર્યું હતું. વ્યજના ચક્કરમાં રાહુલ સોની અને તેના મળતિયાઓ પાસે મિલકતો, માતા-પત્નીના દાગીના 25 લાખના દાગીના ગિરવે મુક્યાં હતા. સિક્યુરિટી પેટે પત્નીની કર્ણાવતી ક્લબની મેમ્બરશીપ, પત્નીનો ગ્રીન એકર્સમાં આવેલો ફ્લેટ લખી આપ્યો.

વિવેક શાહની પત્ની નિયતી અને પુત્રના લમણે રિવોલ્વર મૂકી બંગલાનો બાનાખત રાહુલના મિત્રના નામે કરાવી લીધો હતો. કબજાના મકાનમાં ગેરકાયદેસર ઘુસી જઈ ઘરનો સામાન અને દસ્તાવેજી પુરાવાની લૂંટ કરી હતી. વિવેક અલગ ધંધો કરવા ગયો ને દાગીના, ફ્લેટ, પ્લોટ, વોટર પાર્ક ને સુખચેન ખોયાં હતા. આ બધી હીલચાલ સીસીટીવીમાં આવી જતાં તેને નુકસાન કરી DVR ઉઠાવી ગયા હતા.

વિવેક અને તેના પિતા સુભાષે રિવોલ્વર બતાવી ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાવાતા રાહુલ સોનીની ધરપકડ કરાઈ હતી. રાહુલ ભૂગર્ભમાં જતો રહ્યો હતો.

બે મહિનામાં 20-25 લાખ ચૂકવી આપ્યા હતા. ત્રણ મહિના પછી ભાજપના નેતા ખંડણી ઉઘરાવતાં હોય તેમ રૂ.2.50 કરોડ બાકી હોવાનું કહીને આપી જવા જવા કહ્યું હતું.

ગોયલ વોટરપાર્કનો દસ્તાવેજ કરી આપવા તેના પર વધુ રૂ.25 લાખ વ્યાજે લીધા હતા. 25 લાખ પર એક વર્ષમાં રૂ.55 લાખ વસૂલી લીધા હતા.

નળ સરોવર રોડ ઉપરનો આશય-2 માં 1000 વારનો પ્લોટ લખાવી લીધો હતો. ત્યાર બાદ એવું કહ્યું કે હજુ રૂ.3.50 કરોડ લેવાના નિકળે છે.  – ગોયલ વોટરપાર્કનો દસ્તાવેજ નહીં કરાવી આપી છેતરપિંડી બદલ વિવેક શાહની ધરપકડ. વિવેક શાહ જેલમાં હતો ત્યારે પત્ની-પુત્રીને લમણે રિવોલ્વર મૂકી નિશાંત-2માં આવેલો બંગલો લખાવી લીધો. આ પછી પણ રૂ.8 કરોડ બાકી હોવાનું કહી માતાના રૂ.50 લાખના દાગીના લઈ લીધા હતા. એક ચેક ઉપર સહી કરાવીને કો-ઓપરેટિવ બેંકમાંથી રૂ.50 હજાર તેણે ઉપાડી લીધાં હતા. બધું ગુમાવી દીધા બાદ તનાવના કારણે વિવેક શાહ પડી ગયા હતા.

યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ દર્શક ઠાકરની પણ સંડોવણી?

ભાજપ અમદાવાદ શહેર યુવા મોરચાના મંત્રી રાહુલ સોનીની બંદૂક સાથે ખંડણી માંગતા હોય તેમ નાણાં પડેવી લેવા છતાં ભાજપે તેમની સામે કોઈ જ પગલાં ભર્યા ન હતા. ભાજપના ટોચના નેતાઓ ચૂપ થઈ ગયા હતા. મિલકતો પચાવી પાડવાના કિસ્સામાં પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ દર્શક ઠાકરનું નામ સપાટી પર આવ્યું હતું. મિલકતો પચાવી પાડવા અને બાનાખત માટે ધમકીઓ આપવા માટે મોકલેલા માણસોમાં દર્શક ઠાકરનો પણહતો. દર્શક ઠાકર પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ, પ્રદેશ કારોબારી સભ્ય અને મધ્યપ્રદેશના ઇન્ચાર્જ સુધીની જવાબદારી નિભાવ તો હતો. ફરિયાદ પછી પણ યુવા મોરચાના શહેર મંત્રી પદે રાહુલ સોની હોદ્દેદાર રહ્યો હતો. તે નેતાઓ માટે ઘણી વ્યવસ્થા પણ કરતો હતો. અગાઉ દર્શક ઠાકરની એક વલ્ગર ઓડિયો ટેપ બહાર આવી હતી. ત્યારે પણ ઠાકર સામે કોઈ પગલાં લેવાયા ન હતા. દર્શક ઠાકર પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. દર્શક ઠાકર પર ભાજપના નેતાઓના નાણા વ્યાજે ફેરવવાનો આરોપ હતો. તેમ છતાં પોલીસ પણ તપાસમાં ઢીલ મુકી રહી છે. રાહુલ સોની, દેવરાજ મુખી સાથે મળીને દર્શક ઠાકરે કરોડો રૂપિયા પડાવ્યા હતા. યુવા મોરચાની ટોળકીએ 80 લાખનું રૂ.10 કરોડ જેટલું વ્યાજ વસૂલ્યું હોવાનો પણ આરોપ હતો. રાહુલ સોનીને 3 જૂન 2018માં પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો પણ દર્શક ઠાકર અને દેવરાજ મુખી વિરૂદ્ધ ભઆજપે  કોઇ પગલાં લીધા ન હતા.

ભાજપમાં હોદ્દો લઈને ખંડણીખોરી સુધી પહોંચેલાં આ કહેવાતા યુવા નેતાઓના કારસ્તાન અંગે ભાજપ પણ મૌન બની ગયો હતો. ભાજપના બીજા નેતાઓની પોલ ના ખુલી જાય એટલે ભાજપના કોઈ મોટા નેતાએ તેને ગાયબ કરી દીધો હોવાની વિગતો પણ બહાર આવી હતી. ગેંગના અન્ય સભ્ય યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ, ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના કારોબારી સભ્ય, પ્રદેશ કારોબારીના સભ્ય અને મધ્યપ્રદેશના ઈન્ચાર્જ દર્શક ઠાકર અને જિલ્લા યુવા મોરચાના મંત્રી દેવરાજ મુખી પણ હતા.

દર્શક ઠાકર, રાહુલ સોની અને દેવરાજની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો હતો. મળેલા સીસીટીવી ફૂટેજમાં દર્શક ઠાકર, બલરાજ અને તેની સાથે અન્ય એક વ્યક્તિ પણ હતા.

ભાજપના નેતાઓ ચાલ-ચારિત્ર્યની મોટી વાતો કરે છે અને બીજી બાજુ ભાજપનાં જ યુવા મોરચાના નેતા-આગેવાનો અને કાર્યકરો ખુલ્લેઆમ ગુંડાગીરી વ્યાજખોરી કરી, ખૂનની ધમકી આપી રહ્યા છે. 10 કરોડ પડાવવામાં દર્શકનું જ બ્રેઇન હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દર્શક ઠાકર ભાજપના સિનિયર નેતાની નજીક છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના જ એક વિવાદાસ્પદ ધારાસભ્ય સાથે આ ટોળકીના ઘરના સબંધો છે. પહેલા તે અમદાવાદ શહેરના વ્યાપાર સેલમાં હતો. શુભેચ્છા આપતા પોસ્ટરો લગાવવાનો શોખ છે. અમદાવાદ શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી રાહુલ સોની અને ઠાકરની ગેંગ પોતાને પીઠબળ આપનારા ધારાસભ્યથી માંડીને પ્રદેશના કેટલાક નેતાઓના ઇશારે કેટલીક વિવાદાસ્પદ પ્રવૃત્તિઓ કરે છે.

અપહરણની ધમકી રાહુલે આપી હતી.

રાહુલ સોની સામે બાળકીના અપહરણની ધમકી આપી હોવાની ફરિયાદ અગાઉ થઈ હતી. જેમાં રૂ.25 કરોડ રોકડા શાહ પરિવારના ખાતાઓમાં જમા કરી ને પછી ટ્રાન્સફર કરાવાયા હતા.  દીકરાનું અપહરણ કરી મારી નાખવાની ધમકી આપી નોટબંધીમાં રાહુલ સોનીએ રૂ.25 કરોડ નિયતિ અને પરિવારના ખાતામાં જમા કરાવી મળતિયાઓના ખાતામાં RTGS કરાવી ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હતું. રાહુલ સોનીએ ઘરમાં ઘુસીને વિવેકને માર માર્યાના CCTV ફૂટેજ હતા છતાં પોલીસે તપાસ કરી ન હતી.

હીપોલીન કંપનીના ડિરેક્ટર હોવાનો દાવો કરનાર સુભાષભાઇ શાહ અને એમના પુત્ર વિવેક શાહનો સામે બંદૂક બતાવવાની રાહુલ સોનીએ પોલીસને ફરિયાદ આપી હતી પણ તે આરોપી નીકળતા તેની ધરપકડ કરી હતી. આ બાબતે આનંદનગર પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરાવી દેવામાં આવી હતી. તે બતાવે છે કે, રાહુલ સરકારમાં પણ પોતે ધારે તે કરાવી શકે છે.

2017માં સ્ત્રી ધન લૂંટ્યું

રાહુલ સોની સામે હીપોલીનના શાહ પરિવારના નિયતિ શાહે 4 એપ્રિલ 2017માં એક ફરિયાદ કરી હતી. પતિ વિવેક શાહ નાણાકીય સંકટમાં ફસાયા હતા. વિવેક શાહે રાહુલ સોની, રાજેશ ઠક્કર, જીવણ અને હર્ષદ પાસેથી લોન પર નાણાં લીધા હતા. મહિને 4 ટકા વ્યાજ માગી આ શખ્સો ઘરે આવીને ધમકીઓ આપતા હતા. મિલકતો પડાવીને નિયતિ શાહની BMW કાર પડાવી લીધી હતી. નિયતિ શાહનું રૂ.40 લાખનું સ્ત્રીધન બેંકના લોકરમાંથી લઈ લીધું હતું.

રાહુલે ફરિયાદ કરી અને તે જ આરોપી નિકળ્યો

આગાઉ જોધપુર ગામમાં રહેતા રાહુલ ઘનશ્યામ સોનીએ સુભાષ જયંતિ શાહ અને તેમના પુત્ર વિવેક સામે ફરિયાદ નોંધાવી હતી કે બંગલો ખાલી કરાવવા માટે પિતા-પુત્ર બપોરે બંદૂક લઈને આવ્યાં હતાં અને ધમકી આપી હતી. તપાસ દરમિયાન પોલીસને સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા. ફૂટેજમાં રાહુલ સોની પાસે ગન જોવા મળી હતી. જેથી આનંદનગર પોલીસે રાહુલની ધરપકડ કરી તેના વિરુદ્ધ ખોટી માહિતી આપવાનો અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

આ બંગલાના વિવાદમાં અગાઉ રાહુલ સોનીએ શાહ આ પરિવાર સામે બંગલાના દસ્તાવેજ ખોટા કરાયા હોવાની ફરિયાદ કરી હતી. એક બંગલો બે લોકોને વેચનાર આ પરિવાર સામે અગાઉ રાજેશ ઠક્કરે માર્ચ મહિનામાં ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદનાં સેટેલાઇટના શ્યામલ ચાર રસ્તા પાસે નિશાંત વિભાગ-2માં 19 નંબરનાં બંગલાના વિવાદમાં પોલીસ કંટ્રોલ રૂમને બપોરે ફાયરિંગનો કોલ મળ્યો હતો. પણ ખરેખર ફાયરીંગ નહીં પણ બંદૂકની અણીએ ઘર ખાલી કરાવવામાં આવ્યું હતું. વિવેક સુભાષ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. રાહુલ સોનીનો આક્ષેપ છે કે આજે વહેલી સવારે તેના ઘરની બહાર વિવેક સુભાષ શાહ બંદૂક લઈને ઉભો હતો.