છેલ્લા કેટલાક સમયથી હિમતનગર જીલ્લામાં પેરામેડીકલ ઈન્સ્ટીટયુટ નો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે હિંમતનગરના ગીરધરનગર વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી ચાલતી એક બોગસ પેરામેડીકલઈન્સ્ટીટયુટના સંચાલક સામે રુપિયા પડાવીને છેતરપીંડી કરવા બદલ એક આરોગ્ય વિભાગના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે
આ અંગે આરોગ્ય વિભાગના ટીઆઈટીસીઓ મુળજીભાઈ બહેચરભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગીરધરનગર વિસ્તારમાં ચાલતી એપલ પેરામેડીકલ ઈન્સ્ટીટયુટ ઓફ નર્સીંગ એન્ડ ફાયર સેફટી એન્જી.સંસ્થાના સંચાલકો દ્વારા હેલ્થ એજ્યુકેશન ફોર વોકેશનલ રેનિંગ કાઉન્સીલ નામના ડિપ્લોમા ઈન હેલ્થ સેનેટરી ઈન્સપેર્કટરના બોગસ વર્ગોના નામે અનેક વિધાર્થીઓને બનાવટી સર્ટીફીકેટ આપવામાં આવી રહ્યા છે. આ સંસ્થા દ્વારા અન્ય દસથી વધુ વિવિધ કોર્ષ પણ ચલાવાય છે જેમાં અંદાજે રુ.45 હજારથી લઈને રુ.3.50 લાખ ફીના નામે લઈને બોગસ સર્ટીફીકેટ અપાય છે.