રાજકોટ, તા., 0૨ જસદણની સરદાર ડાયમંડ માર્કેટમાં હિરાના વેપારીઓને ધોળે દિવસે કાર આંતરી લાખોની લૂંટ કરનારા આઠ લૂંટારૂઓને પોલીસે ઝડપી પાડ્યાં છે. લાખોની કિંમતના હિરા અને રોકડની લુંટનો ભેદ જીલ્લા પોલીસ વડાના સુપરવિઝન હેઠળ જીલ્લા એલસીબી અને જસદણ પોલીસે ૪૮ કલાકમાં જ ઉકેલી નાંખ્યો હતો. રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરીષદમાં વિગતો આપતા રૂરલ એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે જસદણ ઘેલા સોમનાથ રોડ બોટાદના હિરાના વેપારીઓ જસદણ હિરા બજારમાં લાખો રૂપીયાના હિરા લઇ જસદણ આવતા હતા ત્યારે વેપારીઓની કારને ઓવર ટેક કરી પલકવારમાં ચાર આરોપીઓ ૧૫.૧૯ લાખના હિરા અને રોકડ રકમ લુંટી કારમાં નાસી છુટયાની ઘટના બની હતી. દિન દહાડે થયેલી આ લુંટ પોલીસ માટે પણ પડકારરૂપ બની હતી. પરંતુ ગણતરીના કલાકોમાં જ . પકડાયેલા આઠ આરોપીમાં અમીત નરસી મેણીયા, અશોક ઉર્ફે ગડુ ખીમજી દુમાદીયા, નિલેશ રણછોડ આલ, જયેશ જીવણ કણજારીયા, મહાવીર વલકુ ખાચર, રાજદીપ શાન્તુ ખાચર , કિશન મનુ આકોલીયા અને ભાવેશ મનુ આકવીયાને ઝડપી લીધા હત. મુખ્ય સુત્રધાર ત્રિપુટી સહીત આઠેય શખ્સોને દબોચી લીધા હતા. એસપી બલરામ મીણાએ વધુમાં જણાવ્યું હતું કે આ લુંટના મુખ્ય કાવત્રાખોર તરીકે જયેશ જીવણભાઇ કણજારીયા (રહે. બોટાદ) તથા ભાવેશ મનુભાઇ આકવીયા (રહે. બોટાદ) તથા કિશન મનુભાઇ આકોલીયા (રહે. બોટાદ)ના નામો ખુલ્યા છે. આ ત્રણેય શખ્સો પૈકી જયેશ હીરાની દલાલીનું કામ કરે છે. ત્રણેયને દેણુ વધી જતા હીરાના વેપારીઓને લુંટવાનો પ્લાન રચ્યો હતો અને તે માટે ઉકત ત્રણેયે ે અગાઉથી જે હીરાના વેપારીઓને લુંટવાના હતા તેની માહીતી મેળવી હતી અને તેઓ કયારે હિરા વેચવા જાય છે તે બાબતની માહીતી મેળવવા હીરાના વેપારીઓ ઉપર સતત વોચ રાખતા હતા. હિરાના વેપારીની આગળ-પાછળ એક વાહન નંબર વગરનું રાખતા હતા અને તે મુજબ પ્લાન અમલમાં મુકી બોટાદના વેપારીઓને લુંટી લીધા હતા