હીરા ઉદ્યોગ માટે ફેડરેશન બવાનના વિચારણા

સુરત ડાયમંડ એસોસિએશન ખાતે રાજયભરના ડાયમંડ સાથે સંકળાયેલી સંસ્‍થાઓના અગ્રણીઓએ ભેગા મળ્‍યા હતા. આ અગ્રણીઓએ રાજયસ્‍તરના ગુજરાત ડાયમંડ ફેડરેશનના ગઠન અંગે આઠ વર્ષ અગાઉ ચર્ચા વિચારણા કરાઈ હતી. આ તબકકે ત્‍યારબાદ કોઈ કામગીરી આગળ વધી નથી. ત્‍યારે સરકારમાં એકજૂથ થઈને રજૂઆત થઈ શકે તો માટેફેડરેશન બનાવવા વિચારણા શરૂ કરાઈ છે. આવનારા દિવસોમાં ફરી મિટીંગ મળશે ત્‍યારબાદ ફેડરેશન તૈયાર કરવા અંગે સરકારને રજૂઆત કરવા ચર્ચા કરાશે.

જીએસટીના રીફંડ, ઉઠમણા અને સિન્‍થેટીક ડાયમંડની ભેળસેળની સમસ્‍યાથી પીડાઈ રહેલા હીરાઉદ્યોગની મજબુત રજૂઆત કરી શકે એવું રાજયસ્‍તરનું કોઈ સંગઠન નહીં હોય ફરી એકવાર ગુજરાત ડાયમંડ ફેડરેશનની રચના કરવાની હીલચાલ શરૂ થઈ છે. સુરત ડાયમંડ એસોસિએશન ખાતે રાજયના વિવિધ ડાયમંડએસોસિએશનના પદાધિકારીઓની એક મિટીંગ મળી હતી. જેમાં ગુજરાત ડાયમંડ ફેડરેશન બનાવવા ચર્ચા થઈ હતી.

છેલ્‍લા કેટલાય સમયથી સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગમાં ઉઠમણાનું પ્રમાણ વઘ્‍યું છે. આ ઉપરાંત એન્‍ટવર્પ, મુંબઈ સહિત વૈશ્‍વિક બજારમાં પણ હીરાના વેપારીઓ સાથે કરોડોની છેતરપીંડીના કિસ્‍સા સપાટી પર આવ્‍યા છે. જેના લીધે સમગ્ર ઉદ્યોગમાં વાતાવરણ ડહોળાયું છે. બીજી તરફ સિન્‍થેટીક ડાયમંડ બજારમાં મોટી ડાયમંડ માઈનીંગ કંપનીઓએ પ્રવેશ કરતા રીઅલ ડાયમંડમાં ભેળસેળની ચિંતા ઉભી થઈ છે. આ સાથે યુ.એસ. ટ્રેડ કાઉન્‍સિલે સિન્‍થેટીક અને રીઅલ માટે એક જ શબ્‍દ ઉચ્‍ચારવા કરેલી ભલામણોનો કોઈ ઉકેલ આવ્‍યો નથી. એવામાં જીએસટીના કારણે સ્‍થાનિક હીરા ઉદ્યોગકારોનું કરોડો રૂપિયાનું રીફંડ અટકી પડયો છે. એક ડઝનથી વધુ હીરા ઉદ્યોગની સમસ્‍યાઓનો ઉકેલ હજુ સુધી આવ્‍યો નથી.