બળાત્કાર કેસમાં હું નથી ભાનુશાળી છે,ભાજપના નેતા છબિલભાઈ

જયંતિ ભાનુશાળીના બળાત્કાર કેસમાં અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલદાસ પટેલ ઉપર આક્ષેપ કર્યો છે કે આ કેસની અંદર ફરિયાદી યુવતી એટલે કે તેની પૂર્વ પત્ની અને છબીલ પટેલ સાથે અને તેને ધમકી આપે છે. તેઓ આક્ષેપ કરતા છબીલભાઈ  પટેલે આ મુદ્દાને લઈને બંને જણાની નાર્કોટેસ્ટ કરવાની માગણી કરી છે અને સમગ્ર આક્ષેપો રાજકીય કિન્નાખોરીથી થયા હોવાનું જણાવ્યું છે.
કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીએ એડમિશન અપાવવાના બહાને મહિલા સાથે દુષ્કૃત્ય કરવાની ઘટના બહાર આવી છે. ફરિયાદી મહિલાના પૂર્વ પતિએ એવો આક્ષેપ કર્યો છે કે આ ઘટનામાં છબીલભાઈ પટેલ પણ સામેલ છે અને તેઓ મને અવાર-નવાર  આ કેસ અંગે ધમકીઓ આપતા હતા. ત્યારે છબીલભાઈ પટેલે આ અંગે ગાંધીનગરસસચિવાલય ખાતે જણાવ્યું હતું કે મારા ઉપર ફરિયાદી મહિલાના પૂર્વ પતિએ જે આક્ષેપો કર્યા છે તે સત્ય થી વેગડા અને ખોટા છે આ તમામ આક્ષેપો રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવ્યા છે. બીજી તરફ નાર્કો ટેસ્ટની માંગ કરતા છબીલભાઈ એ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ કિસ્સામાં અંદર મારો અને ફરિયાદી મહિલાના પૂર્વ પતિનો નાર્કોટેસ્ટ થવો જોઈએ. જેથી સમગ્ર ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને રહે. કારણ કે આ ઘટનામાં હું ક્યાય નથી. જ્યારે છબીલભાઈ પટેલ મહિલાના પૂર્વ પતિને ટેલિફોનિક ધમકીઓ આપતા હતા તેવા આક્ષેપનો જવાબ આપતા છબીલભાઈ પટેલે જણાવ્યું હતું કે મારે અને આ મહિલાને કોઈપણ પ્રકારનો સંબંધ નથી. જ્યારે આ ઘટનામાં જેની સામે કાર્યવાહી થઈ રહી છે તે જયંતીભાઈ ભાનુશાળીનો કોણ બંધ આવે છે અને સંતાતા ફરે છે. ઉપરાંત આવી અનેક ફરિયાદો જયંતીભાઈ ભાનુશાળી સામે આવી રહી છે ત્યારે શક્ય છે કે આવી ફરિયાદોમાં કંઈક સત્ય હોવું જોઈએ. જ્યારે રહી વાત મારા સામે થયેલા આક્ષેપોની તો આ મામલે હું નાર્કોટેસ્ટ કરાવવા પણ તૈયાર છું જ્યારે આજે પણ હું જાહેર મા સામાન્ય માનવીની જેમ ફરી રહ્યો છું અને મારો ફોન પણ બંધ નથી તેમ કહી મહિલાના પૂર્વ પતિએ કરેલા આક્ષેપોનો કાઉન્ટર જવાબ આપ્યો હતો.