અમદાવાદ શહેરના વિવિધ વોર્ડમાંથી ચાર વર્ષ અગાઉ ચૂંટાઈને આવેલા અને તેમાં પણ શાસક ભાજપ પક્ષના જ કોર્પોરેટરોના ફોન મ્યુનિ.અધિકારીઓ ન ઉપાડતા હોવા અંગે ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા હતા.ઉપરાંત ૪ જૂલાઈના રોજ બનેલી કાંકરીયાની રાઈડ દુર્ઘટના અને ગતરોજ શહેરમાં સીલ કરવામાં આવેલા ૨૩ હેરીટેજ બિલ્ડીંગોને તોડીને બની રહેલા બાંધકામો મામલે મ્યુનિ.હોદ્દેદારોએ ભેદી વલણ અપનાવી આ મામલે તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવી એ વિશે મ્યુનિ.કમિશનરને કોઈએ કાંઈ પુછયુ પણ ન હતુ.
સ્ટેન્ડીંગ કમિટીમાં ગુરુવારે સરસપુર વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે રેલવેની ખાલી પડેલી ગટરલાઈનને તેમની મંજુરી લઈ ત્રિકમપુરા ચોકઠાથી કનેકટ કરવાની બાબત ચકાસવા રજુઆત કરાઈ હતી.ઉપરાંત શહેરમાં મધ્યઝોનમાં વધુ એક વાર ટોરેન્ટ પાવરની બહાર આવેલી બેદરકારી મામલે પણ ઉગ્ર ચર્ચા થઈ હતી.ચેરમેન અમુલ ભટ્ટે કમિશનરને કહ્યુ, ટોરન્ટ પાવરની બેદરકારી સામે અત્યાર સુધીમાં ઉત્તર પશ્ચિમ ઝોન સહીત ત્રણ ઘટનાઓમાં દોઢ કરોડની બેંક ગેરંટી જમા કરવાની ફરજ પડી છે.આમ છતાં તેનુ તંત્ર સુધરતુ નથી.આ માટે તેમના અધિકારીઓને બોલાવી ચોકકસ નિતી ઘડી કાઢો.હેલ્થ વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવી રહેલી કાર્યવાહી આડેધડ કરવામાં આવી રહી હોવાની પણ સભ્યો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.સભ્યોએ એવો આક્ષેપ કર્યો ,કોઈ હોટલ પાસે મામુલી તો કોઈ પાસે ભારે દંડ વસુલવામાં આવી રહ્યો છે.આજ પ્રકારે હોÂસ્પટલોના કેસમાં પણ કરવામા આવી રહ્યુ છે.પંદર વર્ષ અગાઉ લાયસન્સ ન લીધુ હોય અને તમે અચાનક જ મોટી રકમ પેનલ્ટી તરીકે વસુલી લો એ યોગ્ય નથી.આ મામલે જેટની જેમ કમિશનર ચોકકસ નિતી તૈયાર કરે.
શહેરના વિરાટનગર વોર્ડમાં પબ્લીક હેલ્થ સુપરવાઈઝર જ નથી ઉપરાંત એલ.જી.હોસ્પટલમાં છેલ્લા ઘણાં સમયથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.જુની વી.એસ.માંથી દર્દીઓને પાછા મોકલવામાં આવતા હોઈ એલ.જી અને શારદાબેન હોÂસ્પટલમાં ધસારો વધ્યો છે.આ સંજાગોમાં નવા સ્ટાફની નિમણૂંક થવી જાઈએ.રાણીપ-કાળીગામ પાસે હજુ પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોઈ ડેપ્યુટી કમિશનર રાઉન્ડ લઈ ઉકેલ શોધશે.ઈન્કમ ટેકસ ખાતે નવા બનાવાયેલા ફલાયઓવરબ્રિજ પર વીઝીબિલીટીનો પ્રશ્ન પણ સામે આવતા આ મામલે કોન્ટ્રાકટર પાસે ખુલાસો મંગાવાયો છે.રાઈડ દુર્ઘટનાનુ ફીડલુ વાળવા આજે ફરી શાસકપક્ષ તરફથી તંત્રને આ મામલે શું કાર્યવાહી કરાઈ એ અંગે કોઈએ કાંઈ પુછયુ નહી.ઉપરાંત હેરીટેજ મિલ્કતો અંગે ચેરમેનને પુછવામા આવતા એમણે માત્ર એટલુ કહ્યુ,હેરીટેજ મિલ્કતો તોડીને કોમર્શિયલ ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરનારા તમામની મિલ્કતોને સીલ કરાશે.પણ આ મિલ્કતો તુટી ગઈ અને કોંપલેક્ષો બંધાઈ ગયા એને લઈને અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે કે કેમ તે અંગે તેમણે કાંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.