8 જૂલાઈ 2017માં અમદાવાદને વૈશ્વિક હેરીટેજ શહેર તરીકે યુનેસ્કો દ્વારા આપવામાં આવેલા સ્ટેટસને બે વર્ષ પુરા થયા છે. વૈશ્વિક વારસો જાહેર કર્યો ત્યારે યુનેસ્કોએ ઇતિહાસને જાળવવા માટે કામ કરવાની શરતો મૂકી હતી. જેનો હિસાબ માંગવામાં આવતાં અમપા એકાએક કામ કરવા લાગી પડ્યું છે. બે વર્ષ દરમિયાન એવી કોઈ કામગીરી કરી નથી કે જેનાં કારણે હેરિટેજ સિટીનો દરજ્જો જળવાઈ રહે. સત્તાધીશો માત્ર આ દરજ્જાને લઈને પોતાનો રાજકીય રોટલો શેકવામાં જ મશગૂલ થયેલાં છેલ્લાં બે વર્ષથી જોવા મળ્યાં છે. ત્રણ વર્ષ બાદ અમદાવાદ અંગે ફરી સમીક્ષા યુનેસ્કોકરશે. હવે માત્ર એક વર્ષ બાકી રહ્યું છે.
ભવ્ય ઇમારતો તૂટી રહી છે
૧૮ વર્ષ પહેલા કુલ મળીને મ્યુનિ.હેરીટેજ વિભાગના ચોપડે ૧૨,૫૦૨ હેરીટેજ સ્ટ્રકચર નોંધાયેલા હતા. તે હવે માત્ર ૨,૨૮૪ સ્ટ્રકચર રહેવા પામ્યા છે. 18 વર્ષમાં 82 ટકા ઈમાતરો નેસ્તનાબૂદ કરી દેવામાં આવી છે અને માંડ 18 ટકા ઐતિહાસિક ઇમારતો હયાત રહી છે. 2001માં હેરીટેજ બિલ્ડીંગોનો સરવે કરાયો હતો. 28 જેટલા હેરિટેજ મોન્યૂમેન્ટ્સ અને 2696 જેટલા કલાત્મક બાંધણીવાળા મકાનો આજે પણ હયાત છે.
હેરીટેજ ઈમારતોની સરખામણી
ગ્રેડ ૨૦૦૧ – ૨૦૧૯
વન(રેર) ૪૫૮ – ૪૦
વન(એ) ૧,૨૨૨ – ૯૯
ટુ(એ) ૧૦,૮૨૨ – ૫૫૦
ટુ(બી) ——- – ૧,૫૯૫