કે ન્યુઝ,અમદાવાદ:તા:23
દિવાળીના તહેવાર દરમિયાન આનંદનગર 100 ફૂટ રોડ પર આવેલી જાણીતી હોકો ઈટરી ખાતે ચના પુરીની ડીશમાં ગ્રાહકને મરેલો મંકોડો મળી આવ્યો હતો.. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને ગ્રાહકે આપેલી વિગતો અને માહિતીને આધારે મનપાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. હોકો ઇટરીના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી.. તેમજ વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.. તો સાથે સાથે ગ્રાહકને હોકો ઇટરીના સંચાલકોએ રસોડા માં તપાસ કરવાની મનાઈ કરવામાં આવતા, રાજ્યના આરોગ્ય વિભાગે આ વાતની ગંભીર નોંધ લઈને મહત્વનો હુકમ કર્યો હતો કે, રાજ્યમાં આવેલી તમામ રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહકો તપાસ કરી શકશે અને હોટલના રસોડામાં નો એન્ટ્રી નું બોર્ડ પણ હટાવી લેવા હુકમ કર્યો હતો… તો બીજી તરફ મંકોડો મળવાની ઘટના બાદ આનંદનગર હોકો ઇટરીને બંધ કરવાની ફરજ પડી છે. હાલ ત્યાં તાળા વાગી ગયા છે. મનપાના સૂત્રોએ જણાવ્યું કે તેમની તપાસમાં રસોડામાં ચોખ્ખાઈનો અભાવ જોવા મળ્યો હતો.. જેના કારણે નોટિસ સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. અને તેના પગલે તાળા વાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે અમારા અખબાર દ્વારા આ સમગ્ર બાબતો બહાર લાવવામાં આવી હતી અને જેના કારણે રાજ્યની સાડા છ કરોડ જનતાને ફાયદો થયો હતો અને રાજ્યની તમામ રેસ્ટોરન્ટના રસોડામાંથી નો એન્ટ્રીના બોર્ડ ઉતરી ગયા હતા.
હોક્કો ઈટરીની ચણા પૂરીની શું હતી સંપૂર્ણ ઘટના
પહેલા હેવમોર અને હવ હોકો ઈટરીના નવા નામે ઓળખાતી ગુજરાતની જાણીતી ફૂડ ચેઈનના ચણા પૂરી સિગ્નેચર ડીસ છે. જેથી પત્રકાર હિરેન ઉપાધ્યાયે આનંદનગર ચાર રસ્તા પાસે આવેલી હોકો ઈટરીથી બે પ્લેટ ચનાપુરી પાર્સલ કરાવ્યા અને જેના 380 રૂપિયા ચુકવ્યા. ઘરે આવ્યા બાદ એક પાર્સલના ચણા પૂરી ખાધા અને બાદમાં જ્યારે બીજા પાર્સલનું કન્ટેઈનર ખોલ્યું તો તેમાં ઉપરના ભાગે કાળા રંગની કોઈ વસ્તુ હતી. પ્રથમ નજરે તે કાળા મરી જેવુ લાગ્યું પણ જ્યારે પત્રકારની પત્ની માનસીએ ચમચીથી તપાસ્યું તો ચોંકી ઉઠ્યા કારણ કે તે મંકોડો હતો. જેથી તાત્કાલિક પહેલા મોબાઈલમાં ફોટો લઈને હોકો ઈટરી પર પહોંચ્યો, જ્યાં હાજર કેશિયર કમ મેનેજરને ચણા મસાલાનું કન્ટેઈનર બતાવીને મંકોડો હોવાની ફરિયાદ કરી ત્યારે તેણે ભૂલ કબૂલીને બીજા ચણા પૂરી પાર્સલ લઈ જવા માટે કહ્યું. પણ જે રસોડામાંથી આ પ્રકારની જીવાત નીકળી હોય ત્યાંનું ફૂડ લેવાનું યોગ્ય ન લાગતા તેમણે એક ચણા પૂરીના પૈસા પરત માંગ્યા અને જો કે ઈટરીના સંચાલકોનો આગ્રહ હતો કે ચણા પૂરી નહિ તો પુલાવ પાવભાજી લઈ જાવ. તો અન્ય એક સ્ટાફ મેમ્બરે આઈસ્ક્રીમ ઓફર કરીને વાતને ઠંડી કરવા પ્રયત્ન કર્યો. ત્યારે રજૂઆત કરી કે તેમને એક પ્લેટના નાણાં પરત કરો અને રસોડાની ચોખ્ખાઇ અંગે પણ પ્રશ્ન કરીને તપાસવાનું કહ્યું તો તેમાંથી પણ કહેવામાં આવ્યું કે સોરી સર રસોડામાં એન્ટ્રી નહિ મળી શકે. જો કે દૂરથી જોતા લાગ્યું કે જે પ્રમાણે હોટલનું નામ છે તે પ્રમાણે ચોખ્ખાઇનો અભાવ હતો. બાદ હોટલના એરિયા મેનેજર યશંવત રૂપાલાનો મોબાઈલ ફોન લઈને તેમની સાથે વાત કરતા તેમણે પણ ભૂલ સ્વીકારીને કહ્યું કે તમે અમારા વેલ્યૂએબલ ગ્રાહક છો અને તમને પડેલી મુશ્કેલી બદલ માફી માંગીએ છીએ અને ભૂલ કરનાર રસોયાને અમે છૂટો કરી દઇશું. જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને.. પણ સવાલ એ હતો આ ભૂલ માત્ર રસોયાની નહોતી પણ અન્ય સ્ટાફની પણ હતી.
હવે અમપાએ હોટલ સામે પગલાં ભરીને તેને બંધ કરવાનો નિર્ણય કર્યો જેને કારણે પત્રકાર અને તેમના પરિવારને આનંદ છે. સાથેસાથે સંતોષ પણ એ વાતનો છેકે તંત્ર દ્વારા પણ લોકહિતમાં ઝડપથી નિર્ણય કરીને તેમની સામે પગલાં ભર્યા