હોમગાર્ડના સિનિયર કમાન્ડન્ટ દ્વારા એકાઉન્ટન્ટનું અપહરણ થતા ફરિયાદ

અમદાવાદ,તા.22

ગુજરાત રાજયના હોમગાર્ડના સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલે પૈસાની લેવડદેવડ મામલે એકાઉન્ટન્ટનું અપહરણ કરી ધમકી આપતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે બ્રિજરાજસિંહ સહિતના ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ બ્રિજરાજસિંહને ગોહિલને હોમગાર્ડ માથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

પૈસાની લેતી દેતી માટે શેઠના માણસનું અપહરણ

વિગત મુજબ નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરવૈયા હાઉસમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર પટેલને હોમગાર્ડ વિભાગના સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહીલે ફોન કર્યો હતો અને તમારા શેઠ અશ્વિનસિંહ હાજર છે કે નહી તેમ પુછયુ હતુ. જીતેન્દ્રભાઈએ ના પાડી હતી. થોડીવાર પછી જયારે તેઓ ઓફિસની નીચે આવ્યા ત્યારે કારમાં બ્રિજરાજસિંહ અને પ્રવિણ પટેલ બેઠા હતા. તેઓએ જીતેન્દ્રભાઈને બોલાવી તેમના ફોનથી અશ્વિનસિંહને ફોન કર્યો હતો. ફોન બંધ આવવાથી બ્રિજરાજસિંહે જીતેન્દ્રભાઈને કારમાં બેસવાનું કહ્યુ હતુ અને તેઓ જીતેન્દ્ર ભાઈને કારમાં બેસાડી નહેરુનગર થઈ સાણંદ હાઈવે પર કાર લઈ ગયા હતા. સાણંદ પહોચ્યા બાદ બ્રિજરાજસિંહે જીતેન્દ્રને કહ્યુ હતુ કે મારે તારા શેઠ અશ્વિનસિંહ પાસેથી પૈસા લેવાના છે. તુ અહી બેસી રહેજે. થોડીવાર બાદ આ શખ્સો જીતેન્દ્રભાઈને આંબાવાડી સર્કલ પર ઉતારી ગયા હતા અને આ બાબતે કોઈને જાણ થશે તો મારી નાખવાની ધમકી આપી હતી